<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

પોરબંદરમાં જર્જરિત એમડી સાયન્સ કોલેજને મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ: ઈમારતના મુખ્ય દરવાજા પર સીલ લગાવી દીધું.

કોલેજ ના પ્રિન્સિપાલ દ્વારા સંચાલન કરતા ટ્રસ્ટને વૈકલ્પિક જગ્યા માટે રજુઆત

પોરબંદર શહેરની જાણીતી જર્જરિત એમડી સાયન્સ કોલેજને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાના પગલાં લેવામાં આવ્યા છે. કોલેજમાં ચાલુ અભ્યાસના સમય દરમિયાન વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા અને કોલેજની ઈમારતના મુખ્ય દરવાજા પર સીલ લગાવી દીધું.

મળતી માહિતી અનુસાર પોરબંદરમાં વિદ્યાર્થીઓ જર્જરિત કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે મહાનગરપાલિકા દ્વારા કોલેજ સીલ કરવામાં આવી હતી. જોકે, કોલેજ ના પ્રિન્સિપાલ દ્વારા સંચાલન કરતા ટ્રસ્ટને વૈકલ્પિક જગ્યા માટે રજુઆત કરવામાં આવી છે. તેમજ મહાનગરપાલિકાને પણ કોલેજના શિફ્ટિંગ માટે સમય આપવા અને સીલ ખોલી આપવા રજુઆત કરવામાં આવશે

(12:55 AM IST)