હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 10th December 2025
કોડીનારના તબીબે કરેલું થાપાનું સફળ ઓપરેશન

કોડીનાર તાલુકાના ભરતભાઈ પરમાર (રહે હરમડિયા, ગીર ગઢડા) ,જેમની ઉંમર ૨૯ વર્ષ છે .તેઓએ પગના થાપાનો ઓપરેશન( ગોળો રકાબી) બે વર્ષ પહેલાં એક બીજી જગ્યાએ કરાવેલ હતો. બહુ વધારે દુખાવો થતા,તેઓએ અદાણી હોસ્પિટલ કોડીનાર માં હાડકાના નિષ્ણાંત ડોક્ટર મયુર વૈશ્ય સર ની સલાહ લેવામાં આવી .દર્દીના એક્સરે જોતા ડોક્ટરે સલાહ આપી સમજાવ્યું કે તમારો ગોળો લુઝ થઈ ગયું છે અને ફ્રેક્ચર પણ થઈ ગયું છે. ત્યારબાદ ડોક્ટર મયુરે કીધું ઓપરેશન પાછુ કરવું પડશે તેમાં સિમેન્ટનું ગોળો ફીટ કરી રસી સુકાવી પડશે ,અને ત્યારબાદ તે દર્દીનું બે મહિના પછી લાંબા સળિયા વાળું ગોળો- રકાબી ફીટ કરાવ્યું અને અત્યારે દર્દી પોતે ઓપરેશન કરાવ્યા બાદ પોતાના પગ પર ચાલી શકે છે અને તેઓ રોજિદા કામ કરી શકે છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
