<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

જસદણમાં મેનલભાઇ રાજાણીનું બેભાન થઇ ગયા બાદ મોત

પ્રિન્‍ટીંગનું કામ કરતાં: રાજકોટમાં દમ તોડયો

 

રાજકોટ તા. ૧૦: જસદણમાં રહેતાં આધેડ ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જસદણ કાનજીપરામાં સોમનાથ એપાર્ટમેન્‍ટમાં રહેતાં  મેનલભાઇ નરેશભાઇ રાજાણી (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ, શક્‍તિસિંહે જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મેનલભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં, સંતાનમાં એક પુત્ર છે. પ્રિન્‍ટીંગ કામ કરતાં હતાં. તેમને ડાયાબીટીશ સહિતની બિમારી લાગુ પડયાનું સગાએ કહ્યું હતું. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. (૧૪.૫)

(11:06 AM IST)