<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દહીંસરામાં ૯ વર્ષની દિવ્‍યા પતંગ કાઢવા વિજ થાંભલે ચડી, કરંટ લાગતાં પટકાઇ

બંને પગમાં ગંભીર ઇજાઃ જસદણના સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ

 

 

રાજકોટ તા. ૧૦: જસદણના દહીંસરામાં રહેતી દિવ્‍યા કેશુભાઇ સારેલીયા (ઉ.વ.૯) બપોરે ઘર નજીક સીમેન્‍ટના વિજ થાંભલા પર પતંગ ફસાઇ હોઇ તે કાઢવા માટે થાંભલા પર ચડી જતાં કરંટ લાગતાં નીચે પટકાઇ હતી. આ કારણે બંને પગમાં ગંભીર ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

દિવ્‍યા બે ભાઇ અને બે બહેનમાં નાની છે. તેના પિતા કેશુભાઇ સારેલીયા ખેત મજૂરી કરે છે. દિવ્‍યાને હાથમાં કરંટ લાગવાથી દાઝી ગઇ હતી અને થાંભલા પરથી પટકાતાં બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:07 AM IST)