<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

બોટાદ પંથકમાં ૭૦ વર્ષનાં વૃધ્‍ધનું દુષ્‍કર્મઃ સગીરાએ બાળકને જન્‍મ આપ્‍યો

આરોપી અરજણ ખોડા ચાવડા જેલ હવાલેઃ ૧૪ વર્ષની સગીરા માતા બનતા ભારે આક્રોશ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ :.. બોટાદમાં ૭૦ વર્ષના વળદ્ધે ૧૪ વર્ષીય માસુમ  સગીરા ઉપર એક નહીં ત્રણ-ત્રણ વખત દુષ્‍કર્મ આચરતાં તેણીએ બાળકને જન્‍મ આપ્‍યો હતો. પીડિતાને પિતા મારે નહીં તે ડરથી ઘરે પણ કોઈને જાણ કરી ન હતી. ઘર કામ બહાને બોલાવી દુષ્‍કર્મ આચરતાં પાળિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના એક ગામના અરજણ ખોડાભાઇ વડછક  નામના ૭૦ વળદ્ધે એક ૧૪ વર્ષીય સગીરા પર દુષ્‍કર્મ ગુજારી પોતાની હવસનો શિકાર બનાવી હતી. સગીરાને અચાનક દુઃખાવો ઉપડતાં તેને તાત્‍કાલિક બોટાદની સોનાવાલા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. તેણે એક બાળકને જન્‍મ આપ્‍યો હતો.

બોટાદ જિલ્લાના તરઘરા ગામમાં એક અત્‍યંત શર્મજનક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માત્ર ૧૪ વર્ષની સગીરા માતા બની છે. આ સગીરા પર ગામના જ ૭૦ વર્ષિય અરજણ ખોડા ચાવડા નામના શખ્‍સે વારંવાર દુષ્‍કર્મ આચર્યું હોવાનું બહાર આવ્‍યું છે.

મળતી માહિતી મુજબ, સગીરાને અચાનક દુખાવો ઉપડતા તેને હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી, જ્‍યાં તેણે એક બાળકને જન્‍મ આપ્‍યો હતો. નવજાત બાળકને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

૧ ડિસેમ્‍બર ૨૦૨૫ સગીરાના વાલીએ તરઘરા ગામના અરજણ ખોડા ચાવડા વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૨ ડિસેમ્‍બર ૨૦૨૫ પાળીયાદ પોલીસે ત્‍વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી અરજણ ખોડા ચાવડાની તાત્‍કાલિક ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગઈકાલે રાત્રે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ ગીતાબેન પટેલ બોટાદ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા અને પીડિત સગીરાની મુલાકાત લીધી હતી.

સગીરાની મુલાકાત લીધા બાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે રાજ્‍યમાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્‍ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, સગીરા પર દુષ્‍કર્મ કરનાર શખ્‍સને કડકમાં કડક સજા થવી જોઈએ અને પીડિત સગીરાને તાત્‍કાલિક યોગ્‍ય ન્‍યાય મળવો જોઈએ. વધુમાં, તેમણે ભવિષ્‍યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મહિલા કોંગ્રેસ દ્વારા યોગ્‍ય લડાઈ લડવાની ખાતરી આપી હતી.

(11:07 AM IST)