News of Wednesday, 10th December 2025
હથિયાર સામેનો ફોટો સોશિયલ મીડીયામાં પોસ્ટ કરનાર વાંકાનેર પંથકના કાકા-ભત્રીજાની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૦: મોરબી એસઓજી ટીમે સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટો વિડીયો પોસ્ટ કરનાર વાંકાનેર પંથકના ઈસમને ઝડપી લઈને હથિયાર આપનાર ઈસમને પણ ઝડપી લીધો છે એસઓજી ટીમે ગુનામાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજીમાં ફરજ બજાવતા કમલેશભાઈ ખાંભલીયાએ આરોપીઓ દુર્વેશ મહેબુબ માથકીયા અને અલ્તાબ હુશેન માથકીયા રહે બંને રાણેકપર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મોરબી એસઓજી ટીમ સોશ્યલ મીડિયામાં નજર રાખતી હોય અને સોશ્યલ મીડિયા ઇન્સટાગ્રામ આઈડી mr.durveshં૧૨ ધારકે પોતાની પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ના હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે પોતાના શોખ ખાત્ર આરોપી અલ્તાબના પાક સંરક્ષણના પરવાનાવાળા બાર બોર બેરલ હથિયારથી ફોટો પાડી ઇન્સટાગ્રામમાં ફોટો પોસ્ટ કર્યો હતો એસઓજી ટીમે આરોપીનું સરનામું મેળવી દુર્વેશ માથકીયાને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા બે વર્ષ પૂર્વે રાણેકપર ગામે મકાને તેના કાકા અલ્તાબ માથકીયાના હથિયારથી ફોટો પાડી પોસ્ટ કર્યાનું કબુલ્યું હતું પોલીસે બંને આરોપીને ઝડપી લઈને હથિયાર કીમત રૂ ૧૦,૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ જપ્ત કર્યા છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
