<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ મુન્દ્રા મધ્યે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી નો પ્રારંભ

નવ નિયુક્ત નાયબ જિલ્લા પોલીસ વડા ગૌતમ વિવેકાનંદન એ રીબીન કાપી કચેરી નો પ્રારંભ કર્યો : કચ્છના મુન્દ્રા માં ઘણા સમય થી ડી વાય એસ પી કચેરી ની માંગ હતી.

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  કચ્છના મુન્દ્રા માં ઘણા સમય થી ડી વાય એસ પી કચેરી ની માંગ હતી.

અને એ માંગ પૂર્ણ થઈ છે. આ નવી નાયબ જિલ્લા પોલિસ કચેરી ની અંદરમાં મુન્દ્રાપોલીસ, મુન્દ્રા કોસ્ટલ, પ્રાગપર પોલીસ, માંડવી પોલીસ, ગઢશીશા પોલીસ, કોડાય પોલીસ સહીત ના પોલીસ મથકોનો સમાવેશ થશે. હાલ નવ નિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદન (આઈપીએસ )મુન્દ્રા પ્રાંત કચેરી ની નીચે બનેલ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી એ આવી પહોંચ્યા હતા અને શાસ્તરોકત વિધિ થી મંત્રોચાર સાથે રીબીન કાપી નવી કચેરી નો પ્રારંભ કર્યો હતો.

બાદ માં મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ રાકેશ ઠુંમ્મર, પ્રાગપર પી એસ આઈ વી એન ચાવડા, મુન્દ્રા પોલીસ ના પી એસ આઈ ગોસ્વામી સાહેબ એ નવા એએસપી શ્રી ગૌતમનું સન્માન કર્યું હતું.

પશ્ચિમ કચ્છ નાયબ અધિક્ષક મુન્દ્રા ના એએસપી ગૌતમ વિવેકાનંદન એ જણાવ્યું હતું કે, મારી ૨૦૨૩ ની પોસ્ટિંગ છે અને તાલીમ પૂર્ણ થયા બાદ કચ્છ ના મુન્દ્રા ડીવીઝન ના એએસપી તરીકે વરણી થઈ છે અને હું આનંદની લાગણી વ્યક્ત કરૂં છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારુ કામ કરવું અને સૌને સાથે લઈ ને કામ કરવાનું મારું લક્ષ્ય છે. તેમજ મુન્દ્રા ડીવીઝન ના વિવિધ સાત પોલીસ મથકો માં જરૂરિયાત પ્રમાણે સ્ટાફ ને સાથે લઈ કામગીરી હાથ ધરવા માં આવશે..

તેમણે જણાવ્યું કે મુન્દ્રા માં અદાણી પોર્ટ છે તેમજ દરિયાઈ વિસ્તાર છે.. ત્યારે અહીં દરિયાઈ પેટ્રોલિંગ તો પોલીસ કરે છે પણ એમા કઈ ખૂટતી કડી કે અધૂરાશ હશે એ પૂર્ણ કરવા માં આવશે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(11:31 AM IST)