તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 10th December 2025
સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે ભાઈએ ભાઈની હત્યા કરી
બેકાર રખડતો ભાઈએ માં પાસે પૈસા માંગતા મરણજનારે ના પાડતા ઉરેશ્કરાઈ જઈ ખાટલા ધોકા થી ત્રણ થી ચાર વાર મારતા ઘટના સ્થળે મૃત્યુ : વૃધ્ધ માતા નિ:સહાય

( દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧૦ : બેકાર રખડતો ભાઈએ માં પાસે પૈસા માંગતા મરણજનારે ના પાડતા ઉરેશ્કરાઈ જઈ ખાટલા ધોકા થી ત્રણ થી ચાર વાર મારતા ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું હત્યા કરનાર પોલીસે સ્થળ ઉપર થી ધરપકડ કરેલ છે આ બનાવ માં વૃધ્ધ માતા ની હાલત ખુબજ ખરાબ થયેલ છે કારણે એક દીકરા ની હત્યા બીજા દીકરાએ કરી નાખતા ધર માં કોઈ રહેલ નથી.
સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે રહેતા અરજીતસિંહ ભાવસંગ રાઠોડ અને હીતુભા ભાવસંગ રાઠોડ બન્ને સગા ભાઈ હોય બપોરે ધરે જમવા માં ભેગા થયેલ ત્યારે હીતુભા ભાવસંગ રાઠોડે તેમની માં પાસે પૈસા માંગયા હતા ત્યારે તેના ભાઈ અરજીતસિંહ ભાવસંગ રાઠોડે તેને કહેલ કે તું કોઈ કામધંધો કરતો નથી માં પાસે પૈસા દરરોજ કેમ માંગે છે તેમ કહેતા હીતુભા ભાવસંગ રાઠોડ ઉશ્કેરાઈ ગયેલ હતો અને તેને ધર માં પડેલ ખાટલા ના ધોકા થી અરજીતસિંહ ભાવસંગ રાઠોડ ઉપર હુમલો કરી ત્રણ થી ચાર ધા મારેલ હતા જેથી તેમનું ધટના સ્થળે મૃત્યુ થયેલ હતું.
સુત્રાપાડા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની જાણ થતા તાત્કાલીક ધટના સ્થળે પહોચેલ હતા તેમને જણાવેલ હતું કે મૃત્યુ પામનાર ખેતરે થી પાણી વાળી ધરે આવેલ હતો જેમાં સામાન્ય બોલાચાલી માં તેમના ભાઈએ હુમલો કરી તેમની હત્યા કરી નાખેલ હતી મૃત્યુ પામનાર અરજીતસિંહ ભાવસંગ રાઠોડ ના લગન થયેલ ગયેલ હતા અને તેમના પત્ની પાંચ વર્ષથી રીસામણે હોય તેમને બે બાળકો હોય હાલમાં ભરણ પોષણ નો કેસ ચાલે છે જયારે હત્યા કરનાર ના લગ્ન થયેલ અથી તે કોઈ કામ ધંધો કરતો ન હતો આ બનાવ બનતા નાનકડા એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપેલ છે.
વૃધ્ધ માતા ને બે દીકરા હોય મૃત્યુ પામનારના લગ્ન થયેલ હોય તે પાંચ વર્ષથી રીસામણે હોય બીજા ના લગ્ન થયેલ ન હોય હત્યા થતા આરોપીને પોલીસે અટકાયેલ કરેલ છે વૃધ્ધ માતા ની હાલત ખુબ ખરાબ થયેલ છે અને નિ:સહાય બનેલ છે પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
