<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

સુરેન્‍દ્રનગરમાં યુવક ઉપર જીવલેણ હુમલો તું પોલીસને અમારી બાતમી કેમ આપે છે ?

વઢવાણ, તા., ૧૦: સુરેન્‍દ્રનગર જિલ્લાના રતનપર થી ખેરાળી તરફ જતા રોડ ઉપર પ્રમુખસ્‍વામી સોસાયટીના ગેટ નજીક ગણેશ દાદરેચા નામના યુવક ઉપર હુમલો કરવામાં આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો છે.

તું પીલીસને અમારી બાતમી કેમ આપે છે તેમ કંઈ કારમાં આવેલા કુહાડી ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે  રોહિત સિહોરા મુન્ના સિહોરા સંજય સિહોરા અને દિપક સિહોરા નામના શખ્‍સો દ્વારા યુવક ઉપર હુમલો કરાયા હોવાનું સામે આવ્‍યું છે હુમલાની ઘટના બાદ જોરાવનગર પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી.

યુવકને  મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્‍યો છે યુવક સાથે રહેલા અન્‍ય યુવકને પણ ગાળો આપી અને જાન થી મારી નાખવાની ે દ્વારા ધમકી આપવામાં આવી છે.

ત્‍યારે ગુનો દાખલ કરી અને તેમની શોધખોળ જોરાવરનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ઘટનાને લઇ અને યુવકના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પોલીસને બાતમી આપતા હોવાના શંકાના પગલે હુમલો કરાયા હોવાનો પણ સામે આવ્‍યું છે.

(11:35 AM IST)