<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દેવપરા ગામના પાટીયા નજીક કારનું ટાયર ફાટતા અકસ્‍માત

 

વઢવાણ, તા., ૧૦:  લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ે જેમાં અચાનક જ સ્‍પીડમાં જઈ રહેલી કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી અને આ કારમાં દંપતી બેઠા હતા પરંતુ આકાર અકસ્‍માત સર્જવા છતાં દંપત્તિનો આબાદ બચાવ થવા પામ્‍યો છે અને વાહન વ્‍યવહાર પણ થંભી જવા પામ્‍યો હતો ઘટનાની તપાસ માટે લીંબડી પોલીસ દોડી ગઈ હતી અને તાત્‍કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા ૧૦૮ ને પણ જાણકારી આપવામાં આવી હતી પરંતુ દંપતીને કોઈ પણ પ્રકારની ઈજા ન હોવાના કારણે ૧૦૮ ને પરત મોકલવી પડી હતી અને આ દંપતીની કાર પલટી મારી જતા તેમાં દંપતી ને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી ત્‍યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસારલીંબડી-અમદાવાદ હાઈવે પર દેવપરા ગામના પાટિયા નજીક એક કારનું ટાયર ફાટતાં અકસ્‍માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત એક દંપતીનો આબાદ બચાવ થયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, કારનું ટાયર અચાનક ફાટવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્‍યો હતો, જેના પરિણામે આ અકસ્‍માત થયો હતો

(11:40 AM IST)