<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી વધીઃ ગિરનાર ૭.૪, નલીયા ૧૦, ડીગ્રી

અમરેલી ૧ર, જામનગર ૧ર.પ રાજકોટ ૧૩.ર ડીગ્રી, લઘુતમ તાપમાનઃ રાત્રે-સવારે વધુ ઠંડી

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઠંડીમાં વધારો અનુભવાયો છે આજે ગિરનારમાં ૭.૪,, નલીયામાં ૧૦ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે ૭.૪ ડિગ્રી કાતિલ ઠંડીથી પ્રવાસીઓ ઠુંઠવાઇ ગયા હતા.

આજે સવારે ગિરનાર પર્વત પર ગઈકાલની સરખામણીએ લઘુતમ તાપમાન નો પારો નીચે ઉતરીને ૭.૪ ડિગ્રીએ સ્‍થિર થતા સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

ગિરનારની સાથે સાથે જુનાગઢ ખાતે પણ તાપમાનનો પારો નીચે ઉતરીને ૧૨.૪ ડિગ્રી પર આવી જતા ઠંડીનું મોજું ફરી વળ્‍યુ હતું. સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫્રુ અને પવનની ગતિ ૩ કિલોમીટરની રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડુ છવાઈ જવાના પગલે ધીમે ધીમે સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. જેની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્‍યો છે, અને આજે વહેલી સવારે ઠંડીનો પારો નીચે ગગડીને ૧૨.૫ ડીગ્રીએ સ્‍થિર થયો હોવાથી મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણે લોકો વહેલી સવારે ગરમ વષાોમાં લપેટાયેલા જોવા મળે છે.

 જામનગર શહેર અને જિલ્લામાં અગાઉ ઠંડીનો પારો નીચે સરકીને ૧૨.૫ ડીગ્રી સુધી નીચે આવ્‍યો હતો, પરંતુ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો જોવા મળ્‍યો હતો, અને ઠંડોનો પારો ૨૦.૦ ડિગ્રી સુધી ઉપર પરત થયો હતો. પરંતુ તેમાં ગઈકાલથી પરિવર્તન આવ્‍યું છે.

 ખાસ કરીને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લઈને જ સમગ્ર રાજ્‍યમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્‍યો છે, જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ ટાઢોડું છવાયેલું જોવા મળી રહ્યું છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્‍યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્‍યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૨.૫ જ્‍યારે મહત્તમ તાપમાન ૨૯.૫ ડિગ્રી સેન્‍ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું, જ્‍યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મી ની ઝડપે રહી હતી

જામનગર

બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લઘુતમ તાપમાન ૧ર.પ, મહત્તમ તાપમાન ર૯.પ, ભેજનું પ્રમાણ ૬૯ ટકા, પવનની ગતિ કિ. મી. રહી હતી. 

કયાં કેટલી ઠંડી


શહેર                  લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત    ૭.૪ ડીગ્રી
અમદાવાદ    ૧૩.૮ ડીગ્રી
અમરેલી        ૧૨.૦ ડીગ્રી
બરોડા        ૧૩.૦ ડીગ્રી
ભાવનગર        ૧પ.૪ ડીગ્રી
ભુજ        ૧૪.૪ ડીગ્રી
દમણ        ૧પ.૦ ડીગ્રી
ડીસા        ૧૨.૮ ડીગ્રી
દીવ        ૧૬.૮ ડીગ્રી
દ્વારકા        ૧૭.૬ ડીગ્રી
ગાંધીનગર    ૧પ.પ ડીગ્રી
જામનગર        ï૧ર.પ ડીગ્રી
કંડલા        ૧૪.પ ડીગ્રી
નલિયા        ૧૦.૦ ડીગ્રી
અોખા        ર૧.૪ ડીગ્રી
પોરબંદર        ૧૩.૪ ડીગ્રી
રાજકોટ        ૧૩.ર ડીગ્રી
સુરત        ૧૯.૪ ડીગ્રી
વેરાવળ        ૧૯.ર ડીગ્રી

 

(11:54 AM IST)