News of Wednesday, 10th December 2025
ખંભાળીયાના મોવાણ પાસે લીસ્ટેડ બુટલેગર રામદેવ ઉર્ફે રામલો જામ પાસેથી દારૂ જપ્ત
એલસીબી ટીમે દેશી અને વિદેશી દારૂનો મુદામાલ ઝડપી લીધો

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૦: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર ચાદવ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ દારૂ/જુગાર ની ગેરકાયદેસર પ્રવળતી કરતા પ્રોહી બુટલેગર તથા તે સિવાયના આવી પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી, સફળ રેઇડો કરી તેમના વિરૂધ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
મોવાણથી માળી ગામ તરફ જવાના રસ્તે માળી ગામ તરફ જવાના પાટીયા નજીક ‘‘સોનલકળપા'' નામની ચા-પાણી-પાન-મસાલા અને ઠંડા પીણાની હોટલ આવેલ જે હોટલની આડમાં પ્રોહી બુટલેગર દ્વારા ચતુરાઇ વાપરી ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો અને તેની સાથે દેશી દારૂનો જથ્થો મંગાવી હોટલની આજુબાજુમાં આવેલ સરકારી ખરાબો તળાવ જેવી જગ્યાની આડશમાં દારૂનો જથ્થો સંતાડી, હોટલએ બેસી અને છાની-છુપી રીતે દેશી દારૂનો જથ્થાનુ અને ઇંગ્લીશ દારૂની બોટલોનુ છુટક છુટક રીતે વેચાણ કરતો હોવાની હકીકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ લીસ્ટેડ પ્રોહી બુટલેગરના કબ્જામાંથી નીચે જણાવેલ કિ.રૂ.૩૬,૬૦૦/- ના મુદ્દામાલ ની વિગત મુજબનો દેશી અને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે કેફી પીણુ પીધેલી હાલતમાં બુટલેગરને પકડી પાડી તેમના વિરુધ્ધ દારૂ પીવા અને વેચવા સબંધે કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ અને આરોપી રામદેવ ઉર્ફે રામલો મેસુરભાઈ જામ(ગઢવી) રહે. માળી ગામની સીમ, કલ્યાણપુર જિ.દેવભુમિ દ્વારકાને (૧) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૩ કિ.રૂ.૩૦,૧૦૦/-, (૨) દેશી દારૂ લી ૩૦ કિ.રૂ. ૫૦૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- આમ કુલ મુદામાલ કિ.રૂ.૩૬,૬૦૦/- સાથે ઝડપી લીધો છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઇ બી.જે.સરવૈયા નાઓની સુચના અને રાહબારી હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પી.એસ.આઇ વી.એન. શિંગરખીયા, પી.એસ.આઇ. એસ.એસ. ચૌહાણ, પી.એસ.આઇ. એસ.વી. કાંબલીયા, એ.એસ.આઇ. ડાડુભાઇ જોગલ, વિપુલભાઇ ડોગર, એચસી ખીમાભાઇ કરમુર, સહદેવસિંહ જાડેજા, જેઠાભાઇ પરમાર ડ્રાઇવર એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને એચસી વિશ્વદિપસિંહ જાડેજા નાઓ જોડાયા હતા.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
