<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

જૂનાગઢના પાંચ વિભૂતિઓ સહિત સમગ્ર ગુજરાતના સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ સન્‍માન

જુનાગઢ : અતુલ્‍ય વારસો સંસ્‍થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્‍ટર ૧૨ ખાતે નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્‍યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નાયબ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગળતિના કામ, માટે કામ કરતા સમગ્ર ગુજરાતના અને જૂનાગઢના ૫ મહાનુભાવોનું એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવેલા. જેમાં જૂનાગઢના સાહિત્‍ય અને લેખન ક્ષેત્રે ડો. બલરામ ચાવડા, સાંસ્કૃતિક પ્રવળત્તિ ક્ષેત્રે જયંતીલાલ વઘેરા, પર્યાવરણ ક્ષેત્ર અલ્‍તાફ કુરેશી, હેરિટેજ સંવર્ધન ક્ષેત્રે ભાવેશ વાસવેલીઆ અને હાસ્‍ય કલાકાર મનન રાવલને અતુલ્‍ય વારસા એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવેલ. સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ૧૧૫ ઉપાસકોનુ ‘અતુલ્‍ય વારસો આઈડેન્‍ટીટી એવોર્ડ'થી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. હેરિટેજ વોક, લેખન તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિતના વિવિધ માધ્‍યમો થકી રાજ્‍યના બાળકોથી માંડીને વડીલો સુધી ગુજરાતના ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા અતુલ્‍ય વારસાની સમગ્ર ટીમને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્‍યના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્‍યા હતા. અને જણાવ્‍યું હતું કે, ‘અતુલ્‍ય વારસો આઈડેન્‍ટીટી એવોર્ડ ૨૦૨૫' નો આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી અસ્‍મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે.

(12:19 PM IST)