<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દેવભૂમિદ્વારકા જીલ્લાના સલાયામાં ચાલુ ફરજે મહિલા BLO ની તબિયત લથડતા દોડધામ : છાતીમાં દુખાવો ઉપાડતા જામનગર ખસેડાયા

પ્રથમ સલાયા અને ત્યારબાદ ખંભાળિયા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ : તંત્રમાં દોડધામ મચી ગઈ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ :  દેવભૂમિદ્વારકા જીલ્લાના સલાયામાં ચાલુ ફરજે BLO ની તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી.આંગણવાડી ખાતે SIR ની કામગીરી વેળાએ BLO ની તબિયત લથડી હતી.

BLO અમૃતબેનની તબિયત અચાનક લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા.

BLO ની  કામગીરી દરમિયાન મહિલા ને છાતીમાં દુખાવો થયા બાદ તબિયત લથડી  હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. પ્રથમ સલાયા અને ત્યારબાદ ખંભાળિયા ની સિવિલ હોસ્પિટલમાં અપાઈ સારવાર હતી.ત્યારબાદ ​વધુ સારવાર અર્થે 108 મારફતે જામનગર હોસ્પિટલ ખસેડાયા છે.

સરકારી કામગીરી દરમિયાન BLO બીમાર પડતા તંત્રમાં ચિંતા છે.

(4:16 PM IST)