News of Wednesday, 10th December 2025
ખંભાળિયાની જી.વી.જે હાઈસ્કૂલમાં બનેલ કરોડો ના ખર્ચના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધ્યતન બિલ્ડીંગનું રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ના હસ્તે કાલે લોકાર્પણ
જી.વી.જે. હાઈસ્કૂલ હિત રક્ષક સમિતિ દ્વારા તત્કાલીન મંત્રી હકુભા જાડેજા હાલના સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યના પૂર્વ ગુજરાત હાઇકોર્ટ ન્યાયાધીશ પ્રદીપભાઈ ભટ્ટના પ્રયત્નોથી બિલ્ડીંગ નવું બની શક્યું

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦
ખંભાળિયાની જી.વી.જે હાઈસ્કૂલમાં બનેલ કરોડો ના ખર્ચના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધ્યતન બિલ્ડીંગનું રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ના હસ્તે આવતીકાલે સવારે 9:30 વાગ્યે લોકાર્પણ થશે.
જિલ્લામાં શિક્ષણ અને તાલીમ ભવનની એક નવી કચેરીની પણ આ બિલ્ડીંગમાં શરૂઆત થશે તથા ભવિષ્યમાં બી.એડ કોલેજ તથા ptc કોલેજ જેવી કોલેજો પણ આ બિલ્ડીંગ ચાલુ થશે આ જૂનું બિલ્ડીંગ જેને pwd તથા સરકાર દ્વારા તોડી નાખવાનો હુકમ કરવામાં આવેલો હતો અને ભૂકંપમાં ભયજનક થઈ ગયેલ આ બિલ્ડીંગ ને જી.વી.જે. હાઈસ્કૂલ હિત રક્ષક સમિતિ દ્વારા તત્કાલીન મંત્રી હકુભા જાડેજા હાલના સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યના પૂર્વ ગુજરાત હાઇકોર્ટ ન્યાયાધીશ પ્રદીપભાઈ ભટ્ટના પ્રયત્નોથી આ બિલ્ડીંગ નવું બની શક્યું અને આ જૂનું બિલ્ડીંગ મૂળરૂપ માં નવું બની ગયું જેનું લોકાર્પણ આવતીકાલે થશે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
