<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

કચ્છની દરિયાઈ સીમામાં કોસ્ટગાર્ડને મોટી સફળતા : ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવાયો : બોટ સાથે 11 પાકિસ્તાનીઓની ધરપકડ

કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરતી એક પાકિસ્તાની માછીમારી બોટ સાથે 11 પાકિસ્તાની માછીમારોની પણ અટકાયત કરાઈ

 કચ્છની દરિયાઈ જળસીમામાં ફરી એકવાર પાકિસ્તાની બોટની ઘુષણખોરી સામે આવી છે. ભારતીય સીમામાં આવેલી આ બોટને ઝડપી લેવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સફળ ઓપરેશન પાર પાડીને આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં આવી છે. આ બોટમાં સવાર 11 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરતી એક પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી પાડી છે. આ બોટમાં સવાર 11 પાકિસ્તાની માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે. આ બોટ કચ્છ નજીકની ભારતીય દરિયાઈ હદમાંથી ઝડપાઈ છે. કોસ્ટગાર્ડે આ સમગ્ર મામલે બોટ અને માછીમારો પાસેથી વિગતવાર વધુ તપાસ હાથ ધરી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ માછીમારો માત્ર ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા કે તેમનો કોઈ અન્ય ઇરાદો હતો.

(10:10 PM IST)