<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર : નરાધમે ભાગવાનો અને હુમલાનો પ્રયાસ કરતા પોલીસનું સ્વબચાવમાં ફાયરિંગ

પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા : કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઘાયલ : બેયને હોસ્પિટલમાં લઇ જવાયા

રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે. તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ, KDP હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ કર્મી સારવાર હેઠળ છે. 

જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રીએ આ સાથે ફાંસી અને આજીવન કેદની સજા થાય તેવા પ્રયાસો કરવા અને 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવા આટકોટ પોલીસને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે પીડિત બાળકીની તબિયત હાલ સુધારા પર છે

(11:04 PM IST)