<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના ઠંડીના માહોલમાં એક તસ્કર સ્કુટરની ચોરી કરીને લઈ જતાં કેમેરામાં કેદ થયો

રાત્રી દરમિયાન કોઈ તસ્કરે આવીને સ્કૂટરની ચોરી કરી પોતાની સાથે લઈ ગયો : કડકડતી ઠંડીની સિઝનમાં તસ્કર ટોળકીઓ પણ સક્રિય

 

 

 

 

 

 

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૧

જામનગર શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આવી સિઝનમાં તસ્કર ટોળકીઓ પણ સક્રિય બનતી જાય છે, જેનો એક કિસ્સો શંકર ટેકરી વિસ્તારમાં જોવા મળ્યો છે, અને એક તસ્કર સ્કૂટરની ચોરી કરીને લઈ જતાં સીસીટીવી કેમેરામાં કેમ થયો છે.

 જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક રહેતા કરણ ચાવડા નામના યુવાને પોતાનું નવું નક્કોર સ્કૂટર, કે જે પોતાના ઘરની સામેના ભાગમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરે આવીને સ્કૂટરની ચોરી કરી પોતાની સાથે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

 જે સ્થળે સ્કૂટર પાર્ક કર્યું હતું, તેની સામે જ રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જે ફૂટેજ ના આધારે કરણ ચાવડા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

(9:38 AM IST)