<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

કાલાવડના ધૂનધોરાજીમાં મયુરીબેનનો ઝેર પી આપઘાતઃ ૭ દિ' પહેલા જ છુટાછેડા થયા હતાં

સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ બે ભાઇના એક જ બહેન હતાં: સિતાપરા પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૧: કાલાવડ તાબેના ધૂનધોરાજી ગામે રહેતી મયુરીબેન કાળુભાઇ સિતાપરા (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગત ૯મીએ વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે ઉપલેટા ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું સારવારમાં ગત રાતે મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.જાણવા મળ્‍યા મુજબ મયુરીબેને નવમી તારીખે બપોરે વાડીએ હતી ત્‍યારે ઝેર પી લેતાં ઉપલેટા ક્રિષ્‍ના હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત રાતે મૃત્‍યુ થતાં  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર મયુરીબેનના લગ્ન જામજોધપુરના શેઠવડાળા ગામે થયા હતાં. સાત દિવસ પહેલા જ તેણીના છુટાછેડા થયા હોઇ તેણી હાલ માવતરે હતી. તે બે ભાઇની એક જ મોટી બહેન હતી. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો અજાણ હોઇ કાલાવડ પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. (૧૪.૫)

(11:00 AM IST)