News of Thursday, 11th December 2025
જુનાગઢમાં પોલીસ અરજીના મનદુઃખથી મહિલાને માર માર્યો
મેંદરડામાં જાહેરમા જુગાર રમતા ૪ શખ્સ ઝબ્બે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: જુનાગઢમાં પોલીસ અરજીના મનદુઃખથી મહિલાને દંપતી સહિત ૩ શખ્સે માર માર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
શહેરમાં મધુરમ વિસ્તારમાં આવેલ સનશાઇન એપાર્ટમેન્ટમાં રહેતા ૩૦ વર્ષીય ખુશ્બુબેન મનસુખભાઈ વિઠલાણીએ કળણાલ યાદવ વગેરે સામે પોલીસમાં અરજી કરી હતી. જેનું મનદુઃખ રાખી મહિલા બુધવારે સાંજે મધુરમથી પોતાના ઘર તરફ જતા હતા.
તે વખતે સન સાઇન એપાર્ટમેન્ટ નીચે ઉભા હતા ત્યારે કળણાલ યાદવ, તેની બહેન વૈશાલી તથા તેના પતિએ ઝપાઝપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન મહિલાના ભાઈ, ભાભી આવતા તેને પણ ઢીકાપાટુ, પાઇપ વડે માર માર્યો હતો. મારામારીમાં ખુશ્બુબેનને ઈજા થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવને લઇ સી ડિવિઝન પોલીસે ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ કરી હતી.
મેંદરડામાં સામાકાંઠે ખેતીવાડી પ્લોટમાં જાહેરમા જુગાર રમતા, ભાવેશભાઈ દેવશીભાઈ રાઠોડ, ચેતન કનાભાઈ વકાતર, જીતુભાઈ ભુપતભાઈ મકવાણા અને વિશાલ કેશુભાઈ વાઘાણી સહિત ૪ શખ્સને પોલીસે ઝડપી લઇ રૂપિયા ૧૫,૨૩૦ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
