હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં ચક્કર રોડ પર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના
પણ દબાણો, તેનું ડીમોલેશન કરી બતાવોઃ કોંગ્રેસ પ્રમુખ : હિંમત હોય તો શહેરના રાજાશાહી વખતના ૧૧ વોકળા ઉપરના દબાણો હટાવો, પછી સોસાયટીઓમાં નાના માણસના દબાણો તોડોઃ અધિકારીઓને ચેલેન્જ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૧૧: મોરબીમાં ચક્કર રોડ ઉપર આજે મહાપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે એવા આક્ષેપ કર્યા છે કે આ રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના દબાણો પણ છે. વધુમાં તેઓએ મહાપાલિકાના અધિકારીઓને આ દબાણો હટાવવાની ચેલેન્જ આપી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજાસિહ જાડેજાએ જણાવ્યું કે દબાણ હટાવ કામગીરી ભેદભાવ વાળી ન હોવી જોઈએ, ચક્કર રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના ઘરની આજુબાજુ દબાણો છે. તેને હટાવવા જોઈએ. મોરબીમાં ૧૧ રાજાશાહી વખતના વોકળાઓ છે. તેની ઉપર ભાજપના આગેવાનોએ શોપિંગ બનાવી દીધા છે અને પાર્કિગ બનાવી દીધા છે. અધિકારીઓ ગમે ત્યાં ડીમોલેશન કરવા પહોંચી જાય છે. જો ખરેખર કામ કરવાની ભાવના હોય તો પહેલા રાજાશાહી વખતના વોકળા પરના દબાણો દૂર કરો, પછી સોસાયટીના અંદરના દબાણો દૂર કરો. જો ચક્કર રોડ ઉપરના તમામ દબાણ નહિ હટે તો હું મહાપાલિકાને લેખિતમાં આપીશ કે કયા આગેવાનનું દબાણ છે અને જે દૂર કરવામાં આવ્યું નથી.
આ સાથે અહીંના સ્થાનિક ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નાના માણસોના મકાનો પાડે છે. મોટા માણસોનું દબાણ પાડતા નથી. અહીં આગળ ગોળાઈમાં ૨૦૦૦ ફૂટના કમ્પાઉન્ડ વારેલા છે. નાના માણસો બોલી શકતા નથી. જેથી તેના જ મકાનો પાડવામાં આવી રહ્યા છે. જો દબાણ હટાવવા જ હોય તો બધાના દબાણો હટાવવા જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
