<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

પોલીસ ઉપર ખુની હુમલો કરી આટકોટ દુષ્‍કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરીંગ

હવસખોર રેમસીંગ ઉર્ફે રામસીંગે માર દુંગા એવી બુમો પાડી હેડ કો. ધર્મેશ બાવળીયાને ધારીયાનો ઘા ઝીંકી ભાગવા જતા સ્‍વબચાવમાં બે પીએસઆઇએ ફાયરીંગ કર્યુ

આટકોટના દુષ્‍કર્મના પ્રયાસના આપોરીને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) 

આરોપીએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા રૂરલ એલસીબીના હેડ કોન્‍સ. ધર્મેશભાઇ ભનુભાઇ બાવળીયા રાજકોટ સારવાર હેઠળ છે.

ઙ્કથમ તસવીર પાણીના ટાંકા પાછળ દુષ્‍કર્મની ઘટના જે જગ્‍યાએ બની હતી તેની બીજી તસવીર આરોપી જે ઓરડીમાં રહેતો હતો તેની છે તે ઓરડીમાં પડેલુ ધારીયુ લઈ આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો હતે અને છેલ્લી તસવીર પોલીસ કર્મી ઉપર હુમલો કર્યા બાદ આરોપી નાસી જતો હતો ત્‍યારે પોલીસે ફાયરિંગ કર્યું તેની છે. (તસવીર વિજય વસાણી આટકોટ) 

 

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૧: આટકોટમાં દુષ્‍કર્મના પ્રયાસની ઘટનામાં આરોપી રામસીંગ તેરસીંગ સામે વધુ એક ગુન્‍હો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપી રામસીંગે પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે તેની ઉપર ફાયરીંગ કરતા જસદણ હોસ્‍પીટલમાં ખસેડાયો હતો.

પોલીસ જયારે આરોપીને લઇને ઘટના સ્‍થળે ગઇ હતી. ત્‍યારે આરોપી રામસીંગે પોલીસ કર્મચારી ધર્મેશ ભનુભાઇ બાવળીયાને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ધારીયાનો એક ઘા મારવા જતા ધર્મેશભાઇએ માથુ નમાવી લેતા તેના ડાબા હાથના બાવળા ઉપર ઇજા થયેલ બાદ તુરંત જ બીજો ઘા છાતીના ભાગે મારેલ અને આરોપી ચલા જાવ માર દુંગા ચલાવ જાવ માર દુંગા તેવી જોર જોરથી રાડો પાડી જનુનથી અમારી ઉપર હુમલાઓ કરી અમોને મારી નાખવા માટે ધારીયુ મારવાની કોશીષ કરતા આ વખતે સર્વિસ વેનમાંથી સ્‍વબચાવ માટે એક રાઉન્‍ ફાયરીંગ કર્યુ હતું.

આટકોટ પાસે સાત વર્ષની માસુમ બાળા ઉપર દુષ્‍કર્મના પ્રયાસ બાદ બાળાએ બૂમાબૂમ કરતા ગુસ્‍સામાં બાળાના ગુપ્તાંગમાં સળીયો ખોશી નાસી છૂટેલા આરોપીની ધરપકડ બાદ પોલીસ આરોપીને રીકન્‍ટ્રક્‍શન માટે બનાવ સ્‍થળે લઈ ગઈ ત્‍યારે આરોપીએ પોલીસ ઉપર ધાર્યાથી હુમલો કરતા પોલીસે આરોપીના બંન્ને પગમાં બે રાઉન્‍ડ ફાયરિંગ કરતા ઈજા ગ્રસ્‍ત આરોપીને અને પોલીસ કર્મીને પ્રથમ આટકોટ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નિર્ભયાકાંડની યાદ અપાવતા આટકોટ પોલીસ સ્‍ટેશન હેઠળના કાનપર અને પીપળીયા ઞામની સીમ વચ્‍ચે ભાગ્‍યું વાવતા એક પરિવારની છ વર્ષની માસુમ બાળા ઉપર દુષ્‍કર્મના પ્રયાસમાં સફળ ન થતા  નરાધમ દ્વારા બાળાના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દેતા ભારે રોષ છવાયો હતો અને ઘટનાના ધેરા પડધા પડયા હતા.

દુષ્‍કર્મના આરોપી રામસિંગ તેરસિંહને પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી પાડ્‍યો હતો બાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા રિમાન્‍ડ મેળવ્‍યા બાદ પોલીસ આરોપીને રીકન્‍ટ્રક્‍શન માટે બનાવ સ્‍થળે લઈ ગઈ હતી.

આ દરમિયાન અચાનક વાડીની ઓરડીમાં પડેલ ધાર્યું લઇ આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો એ દરમિયાન પોલીસે રામસિંગના બંને પગમાં બે રાઉન્‍ડ ફાયરિંગ કરી ભાગી જતા અટકાવ્‍યો હતો બાદમાં ઈજા પામેલા પોલીસ જવાન અને આરોપીને આટકોટની કે.ડી.પરવડીયા હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા હતા બંન્નેને આટકોટ પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ માટે હાલ રાજકોટ ખસેડવામાં આવ્‍યા છે.

આ અંગે તપાસનીસ અધિકારીના જણાવ્‍યા મુજબ રિમાન્‍ડ મેળવ્‍યા બાદ મુદ્દામાલ કબજે કરવા આરોપીને બનાવ સ્‍થળે લઈ ગયા હતા આ દરમિયાન આરોપીને તેનું રહેઠાણ નજીકમાં હોય ત્‍યાં લઈ ગયા હતા એ દરમિયાન ત્‍યાં પડેલુ લોખંડનું ધાર્યું લઇ આરોપીએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો આરોપી વધુ કોઈ ગંભીર બનાવને અંજામ આપે અને નાસી ન જાય એ માટે પોલીસ અધિકારી દ્વારા આરોપીના બંને પગ ફાયરીંગ કરી ગંભીર ગુનાને અંજામ આપતા અને નાસી ન જાય તે માટે અટકાવ્‍યો હતો. આ ઘટનાની જાણ થતા હોસ્‍પિટલ ખાતે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. (૪.૫)

 

 

નરાધમ સામે વધુ એક ગુન્‍હો

નોંધાયો એસ.પી.વિજયસિંહ ગુર્જર

આટકોટ, તા.,૧૧:  અત્‍યંત ક્રૂર અને જધન્‍ય ઘટનાના આરોપી રામસિંગ સામે પોલીસમેન પર હુમલો કરવાનો વધુ એક ગુનો નોંધવામાં આવ્‍યો હોવાનું રાજકોટ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું.

આરોપી દ્વારા વાડીમાં પડેલા લોખંડના ધાર્યાથી પોલીસ ઉપર ધારીયાથી હુમલો કરતા એક પોલીસ કર્મીને હાથના ભાગે ઇજા થઈ છે.

પોલીસે આરોપી ઉપર ફાયરિંગ ન કર્યું હોત તો આરોપી દ્વારા બીજા જવાનો ઉપર પણ હુમલો કરી નાસી છૂટયો હોત હાલ આરોપીને રાજકોટ ખસેડવામાં આવ્‍યો છે આરોપી ફરિવાર ભાગવાનો પ્રયાસ ન કરે જેથી પોલીસે કડક ચોકી પહેરો ગોઠવી દીધો છે. (૪.૬)

 

પોલીસની વાહવાહી બાદમાં લોકોમાં નારાજગી

પગમાં ગોળી મારવાને બદલે નરાધમને મારી નાખ્‍યો હોત તો સારું હતું: પ્રજાનો આક્રોશ

આટકોટ, તા.,૧૧ : દુષ્‍કર્મના આરોપીનું પોલીસે એન્‍કાઉન્‍ટર કર્યું હોવાની અને તેને કે.ડી.પી.હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યો હોવાની વાત વાયુ વેગે આટકોટમાં ફેલાઈ જતા લોકોના ટોળા હોસ્‍પિટલ ખાતે એકઠા થયા હતા અને પોલીસ ને શાબાશી આપી વાહ વાહી કરી હતી. બાદમાં લોકોને ખબર પડી કે આરોપીને માત્ર બંને પગમાં જ ઇજા થઈ છે ત્‍યારે લોકોમાં નિરાશા વ્‍યાપી ગઈ હતી લોકોએ પોલીસને પણ કહ્યું હતું કે આને મારી નાખવો જોઈતો હતો. (૪.૬)

(2:47 PM IST)