<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ગોંડલઃ એડવાન્‍સ રૂપિયા લઇ ફેમસ કલાકારે દાંડીયા રાસમાં હાજરી ન આપી છેતરપીંડી કરી

ચોરડી ગામના રાજેન્‍દ્રસિંહ ઝાલાએ તાલુકા પોલીસમાં લેખીત ફરીયાદ કરી

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા. ૧૧ :.. ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ધાંગધ્રાના બાવડી ગામે રહેતા ગાયક કલાકાર વિરૂધ્‍ધ કાકાનાં દિકરાના લગ્ન પ્રસંગે ડાંડીયા રાસનો પ્રોગ્રામ નક્કી કરી એડવાન્‍સ પેટે રૂપિયા લઈ સમયે હાજરી ન આપતાં ઠગાઈ છેતરપીંડી કરી હોવાની પુરાવા સાથેની લેખીત ફરિયાદ આપતાં ચકચાર મચી જવા પામી છે.

ગોંડલ તાલુકાના ચોરડી રામજી મંદિર પાસે રહેતા રાજેન્‍દ્રસિંહ ઝાલાએ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરિયાદ આપી જણાવ્‍યું કે મારા કાકાનાં દિકરા શિવભદ્રસિંહના લગ્ન પ્રસંગે ડાંડીયા રાસ પ્રોગ્રામમાં ગાયક કલાકારને બોલાવવાનું નક્કી કરતા મારા મામાના દિકરાએ ધાંગધ્રાના બાવડી ગામનો ફેમશ કલાકાર કુલદિપ લક્ષ્મણભાઈ ગઢવીનો સંપર્ક કરાવ્‍યો હતો ત્‍યારે લગ્નની તારીખ સમય સહિતની વિગતો આપી રૂપિયા ૨૧૦૦૦/ હજારનો પ્રોગ્રામ નક્કી કર્યો હતો અલગ અલગ સમયે લગ્ન પહેલા રૂપિયા ૬૦૦૦/હજાર એડવાન્‍સ પેટે આપ્‍યાં હતાં વોટ્‍સએપ વાતચીતથી  ઓનલાઈન આરોપીના ખાતામાં ટ્રાન્‍સફર કરેલ હતાં લગ્નની તારીખ નજીક આવતાં સંપર્ક સાધતા ડીઝલના પૈસા ન હોય તે ટ્રાન્‍સફર કરવાનું કહેતા

દાંડીયારાસનાં કાર્યક્રમમાં હોય ઓનલાઇન ટ્રાન્‍સફર કર્યા હતા ગાયક કલાકાર તરીકે આરોપીને આપેલજે સંબંધે મારી તથાઆરોપીનીવોટસએપ ચેટની ડીટેઈલ સાથેની ફરીયાદ સાથે તેમજ મેં મારા વોટસએપ નંબર માંથી આરોપીના વોટસએપ નંબર ઉપર આશરે દશક વોટસએપ કોલ કરેલ પરંતુ એક પણ કોલ આરોપીએ ઉપાડેલ નહી. આમ આરોપીનો ઈરાદો પ્રથમથી જ મારી સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરવાનો હતો. અને આરોપીને તેનો બદ ઈરાદો પાર પાડવા માટે પ્રથમ મારી સાથે વિશ્વાસ કેળવી કુલ રૂા.૨૧,૦૦૦/- માં પ્રોગ્રામ નકકી કરી અલગ અલગ સમયે રૂપિયા ૬૦૦૦/ હજાર એડવાન્‍સ પેટે લઈ  ઠગાઈ કરી બદદાનતથી વિશ્વાસધાત કરી મારા કુટુંબ સાથે તથા મારી સાથે છેતરપીડી કરી નાણાકીય આર્થીક નુકશાની કરેલ હોય ઉપરોકત કલાકાર વિરૂધ્‍ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવા  જેથી ભવિષ્‍યમાં આવી ઠગાઈ કરતા કલાકારો કોઈ પણ કુટુંબના હર્ષના પ્રસંગો ન બગાડે અને તેઓની સાથે નાણાકીય છેતરપીંડી ન થાય તેવાં આશયથી કાર્યવાહી કરવા લેખીત ફરિયાદ આપતાં ફેમશ કલાકાર છેતરપીંડીમા ફેમશ થતાં ચકચાર મચી જવા પામી છે.

(12:16 PM IST)