News of Thursday, 11th December 2025
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આજે આખો દિ' વિસાવદરમાં અને કાલે આખો દિ' ભેસાણમાં રૂબરૂ મુલાકાતનો મોકો
વિસાવદર - ભેસાણ વિધાનસભા ક્ષેત્રના મતદારો - નાગરિકો ઇટાલિયાને રૂબરૂ મળીને પ્રશ્નો રજૂ કરી શકશે : રજૂઆત કરી શકશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૧૧ : વિસાવદર - ભેસાણ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યા મુજબ દર મહિને યોજાતો માસિક વિસાવદર-ભેસાણ જનસંપર્ક કાર્યક્રમ ગુરૂવાર - શુક્રવારે નક્કી કરવામાં આવેલ છે.
વિસાવદર વિધાનસભા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાને વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય મતવિસ્તારના નાગરિકોને રૂબરૂ મળવાનો/રજૂઆત કરવાનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે. વિસાવદર કાર્યાલય : તા. ૧૧-૧ર-રપ ગુરૂવાર, સમય ૧૦:૩૦ થી પઃ૦૦ સળંગ, સ્થળ : ધારાસભ્યશ્રીનું કાર્યાલય, વિસાવદર શહેર મેઇન રોડ. ભેસાણ કાર્યાલય : તા. ૧ર-૧ર-રપ શુક્રવાર, સમય : ૧૦:૩૦ થી પઃ૦૦ સળંગ, સ્થળ : ધારાસભ્યશ્રીનુઁ કાર્યાલય, રાણપુર રોડ, ભેસાણ ગામ. ઉપરોકત બન્ને દિવસ દરમ્યાન જનસંપર્ક કાયક્રમમાં મતવિસ્તારના કોઇપણ વ્યકિત કાર્યાલય પર ધારાસભ્યશ્રી ગોપાલ ઇટાલિયાને રૂબરૂ મળી શકશે અને કોઇપણ રજુઆત કરી શકશે. તેમ ધારાસભ્યશ્રીનું કાર્યાલય, વિસાવદર દ્વારા જાહેર કરાયું છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
