હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th December 2025
જેતપુરના ધોરાજી રોડ પર આવેલા નવા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત : પેઢલા ગામના અમૃતલાલ છગનલાલ ગોહેલનું મોત
ચાલુ બાઈકે આગળનું ટાયર અચાનક ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન : બનાવની જાણ થતા આસપાસના લોકોના ટોળા એકઠા થયા : પેઢલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૧ : જેતપુરના ધોરાજી રોડ પર આવેલા નવા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેતપુરથી પેઢલા ગામ જઈ રહેલા બાઈક ચાલકને રસ્તામાં કાળ ભરખી ગયો હતો.
ચાલુ બાઈકે આગળનું ટાયર અચાનક ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન છે.અકસ્માતમાં પેઢલા ગામના રહેવાસી અમૃતલાલ છગનલાલ ગોહેલ નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.
રોડ પર પટકાયેલા વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાણ પંખેરું ઉડી ગયુ હતું.બનાવની જાણ થતા આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. પેઢલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
