News of Thursday, 11th December 2025
ભાણવડ પોલીસને અંધારામાં રાખી દેશી દારૂની ભઠ્ઠી પર એલ.સી.બી ની રેડ: જુઓ વિડિઓ
બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી 45000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળીયા : ભાણવડ પોલીસને અંધારામાં રાખીને દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીએ રોડ પાડીને મુદામાલ જપ્ત કર્યો છે
એલ.સી.બી દેવભુમી દ્વારકાએ ભાણવડ પોલીસ સ્ટેશનના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો છે
ઘુમલી નજીક આવેલ બરડા ડુંગરમાં રાણીવાવ નેશથી આગળ રાવણા ઝર ચેકડેમથી ઉપર આવેલ ડુંગરમાં દારૂ ભઠી માં રેડ કરી 45000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે
ફરારી આરોપી ખીમા ચાવડા તથા બધા રૈયા રબારી નામના વ્યક્તિ પર ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
