<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

જૂનાગઢથી રાજકોટ જતી એક મીની ખાનગી બસ જેતપુરની જેતલસર ચોકડી પાસે બંધ પડેલ ટ્રક પાછળ ટકરાઇ: 13 જેટલા મુસાફરોને ઇજા

ટ્રકની ઓવર ટેક કરવા જતાં ત્યાં રોડની સાઈડમાં પડેલ બંધ ટ્રક સાથે મીની બસ ધડામ દઈને ટકરાઈ

જેતપુર : જૂનાગઢથી રાજકોટ જતી એક મીની ખાનગી બસ જેતપુરની જેતલસર ચોકડી પાસે ટ્રકને ઓવર ટેક કરવા જતાં રોડ સાઈડમાં બંધ પડેલ ટ્રક પાછળ બસ ટકરાઇ જતા બસમાં સવાર 13 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી.       જૂનાગઢથી એક ખાનગી મીની બસ મુસાફરો ભરી રાત્રીના આઠેક વાગ્યે રાજકોટ જવા નીકળી હતી. ત્યારે જેતપુરના જેતલસર પાસે પહોંચતા તે પર એક ટ્રકની ઓવર ટેક કરવા જતાં ત્યાં રોડની સાઈડમાં પડેલ બંધ ટ્રક સાથે મીની બસ ધડામ દઈને ટકરાઈ હતી. બસ બંધ ટ્રક પાછળ ટકરાતા બસમાં અંદર બેસેલ મુસાફરોને ઇજા પહોંચતા મુસાફરોમાં હોહો દેકારો મચી ગયો હતો. અકસ્માતમાંની જાણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખસેડાયા હતાં. 108 એમ્બ્યુલન્સ ઉપરાંત બીજી પણ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળ પર પહોંચી અને બીજા વધુ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પીટલ લઇ જવામાં આવેલ.
       જેતપુર સરકારી હોસ્પીટલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત 13 જેટલા મુસાફરો પહોંચતા એક સમયે તો હોસ્પીટલ સ્ટાફ પણ ઓછો પડ્યો હતો. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ ઇજાગ્રસ્તોને રીફર કરવામાં આવ્યા હતાં.

(10:29 PM IST)