<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

મોરબી-વાંકાનેર હાઈવેના સર્વિસ રોડ વચ્ચોવચ માટીના ઢગલા, RTO નિંદ્રાધીન !

હાઈવે પર અવારનવાર માટીના ઢગલા જોવા મળે છે, કાર્યવાહી ક્યારે ?

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિરામિક નગરી તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે સિરામિક ઉદ્યોગમાં લાખો શ્રમિકોને રોજગારી મળી રહે છે દેશના લગભગ ૮-૧૦ રાજ્યના લાખો શ્રમિકો અહી રોજગારી મેળવી રહ્યા છે જોકે ઉદ્યોગની સાથે વેસ્ટનો આડેધડ નિકાલ અને માટીના ઢગલા જેવી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે આજે હાઈવેના સર્વિસ રોડ વચ્ચોવચ માટીના ઢગલા જોવા મળ્યા હતા

મોરબી વાંકાનેર હાઈવે પરના સર્વિસ રોડ વચ્ચોવચ માટીના ઢગલા જોવા મળ્યા હતા હાઈવે પર માટીનો ઢગલો ટ્રક ચાલકે કર્યો કે પછી સિરામિક એકમ દ્વારા કરવામાં આવ્યો તે તો તપાસનો વિષય છે જોકે આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ જે દંડ વસુલવામાં માહેર છે તે આવા તત્વો પર લગામ લગાવી સકતા નથી અવારનવાર હાઈવે પર માટીના ઢગલા કરી કોઈ જતું રહે છે પણ આજદિન સુધી કોણે માટીનો ઢગલો કર્યો તેને જવાબદાર તંત્ર પકડી શક્યું નથી સજા આપવાનું તો દુર રહ્યું!

(10:42 PM IST)