News of Thursday, 11th December 2025
મોરબીના વતની સૈનિક ગણેશભાઈ પરમાર શહીદ થતા દેશભક્તિના ગીતો સાથે અંતિમયાત્રા નીકળી
દેશભક્તિ ગીતો સાથે નીકળેલી અંતિમ યાત્રામાં હજારો નગરજનો જોડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વતની ગણેશભાઈ પરમાર નામના જવાન આર્મીમાં ફરજ બજાવતા હતા અને ગત તા. ૦૯ ડીસેમ્બરના રોજ સિકંદરાબાદમાં પોતાની ડ્યુટી દરમિયાન જવાન શહીદ થયા હતા વીર શહીદનો મૃતદેહ આજે મોરબી લઇ આવવામાં આવ્યો હતો અને અંતિમ યાત્રા યોજવામાં આવી હતી
વીર શહીદ ગણેશભાઈ પરમારની અંતિમ યાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શરુ કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો અને આર્મીના જવાનોની ઉપસ્થિતિમાં અંતિમ યાત્રા શરુ કરવામાં આવી હતી જેમાં નગરજનો હજારોની સંખ્યામાં જોડાયા હતા અંતિમ યાત્રા મયુર પુલ, પરા બજાર, શનાળા રોડ, રાજપર ચોકડી સહિતના વિસ્તારમાંથી ફરીને શહીદ જવાનના ઘરે પહોંચી હતી અને શહીદ અમર રહોના નારા સાથે સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી જે પ્રસંગે શહીદ પરિવારની આંખો ભીની થઇ હતી.
યુવા અગ્રણી શહીદ પરિવારને એક લાખની સહાય અર્પણ કરશે
મોરબીના વતની અને ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા અને મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ગણેશભાઈ મનસુખભાઈ પરમારની આજે અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા, આ સાથે યાત્રામાં જોડાયેલા સેવાએ એજ સંપત્તિ ફાઉન્ડેશન ગ્રુપના ઓનર અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાના પરિવારને રૂપિયા 1,00,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
