<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

પશ્ચિમ કચ્છ પોલીસનો મોટો ધડાકો: સાયબર ફ્રોડના રૂપિયા ૧૦૦ કરોડથી વધુની હેરાફેરીમાં ભુજના ૩ યુવાનોની સંડોવણી ખુલતા ચકચાર

એકની ધરપકડ, સમન્વય એપ દ્વારા બેંકના મ્યુઅલ એકાઉન્ટની તપાસમાં અ..ધ..ધ રકમની લેતીદેતી, બેંકમાં ખાતુ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના કુલ્લે રૂ. ૧,૦૫,૧૨,૫૨,૮૨૬/- (એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ) રૂપિયા મેળવી ચેકથી વિડ્રો કર્યા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : સાયબર ફ્રોડ સામે સરકાર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશ અને રાજ્ય પોલીસ વડા દ્વારા સમન્વય એપ તથા મ્યુઅલ બેંક એકાઉન્ટ સામેની તપાસ રંગ લાવી રહી છે. આ અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસે મોટો ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન નીચે સાયબર ક્રાઇમ સેલના નોડલ અધિકારી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.જાદવ અને એલસીબી, સાયબર પોલીસ સ્ટાફે સાયબર ફ્રોડની રકમની અ..ધ..ધ રકમની હેરાફેરી ઝડપી પાડી છે જેમાં એક બેંક કર્મચારી સહિત કુલ ૩ જણ ની સંડોવણી ખુલી છે. પોલીસે હાલમાં શુભમ હરિહર ડાભી (ઉ.વ.૨૯ )(રહેવાસી: સાગર સીટી, મુન્દ્રા રોડ, ભુજ)  ને ઝડપ્યો છે. પોલીસે તેનું નિવેદન લઇ તપાસ કરતા તે સાયબર ફ્રોડમાં સંકળાયેલા અન્ય બે યુવાનો જીગર મહેન્દ્રભાઇ પરગડુ, હિરાની નિવાસ, છાડુરા, તા.અબડાસા કચ્છ અને ભાવિક એચડીએફસી બેંક ની સંડોવણી ખુલી છે. ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો નોધી અન્ય બે યુવાનોની અટકાયત કરવાની તજવીજ સાથે વધુ ઊંડી તપાસ હાથ ધરાઈ છે.


 

(10:47 PM IST)