<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગર ખાતે આગામી તા.૧૯ ડિસેમ્બરના રોજ હાઇટ હન્ટ અંગેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

ઉચાઇના આધારે તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન


જામનગર : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ઉચાઇના આધારે તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે.જે માટે તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા બહેનો માટે ૧૬૩ કે તેથી વધુ તેમજ ભાઇઓ માટે ૧૭૩ કે તેથી વધુના હાઈટ હન્ટના માપદંડો રહેશે.આ માટે અરજદારોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે ( મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા.૧૯-૧૨-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૦૧:૦૦ વાગ્યા સુધીના રોજ ઉપસ્થિત રહેવા બી.જે.રાવલીયા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.વધુ માહિતી માટે મયુરભાઇ મો.૭૦૧૬૯૧૫૯૨૩ અથવા વિજયભાઇ મો.૭૦૪૬૩૬૨૯૧૨ નો સંપર્ક કરી શકાશે.

(12:42 AM IST)