તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 12th December 2025
ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર તથા મુલાકાતે આવતા નાગરિકોએ પોતાના વાહન જૂની પોલીસ લાઈનમાં પાર્ક કરવાના રહેશે
હોસ્પિટલ નવીનીકરણની કામગીરી અન્વયે તબીબી અધિક્ષક દ્વારા સૂચના બહાર પડાઈ

જામનગર : ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે નવીનીકરણની કામગીરી શરૂ થયેલ હોવાથી હોસ્પિટલ કેમ્પસની અંદર હાલમાં પાર્કિંગ માટેની જગ્યા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ અને દર્દીના સગા માટે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું પાર્કિંગ હિંમતનગર રોડ પાસે આવેલ જૂની પોલીસ લાઈનમાં કરવામાં આવેલ છે. આથી તમામ જનતાને જણાવવામાં આવે છે કે સારવાર લેવા તથા દર્દીની મુલાકાતે આવતા મુલાકાતીઓએ સૌપ્રથમ દર્દીને જે તે હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે ઉતારી પોતાનું વાહન ફરજિયાતપણે હિંમતનગર રોડ પાસે આવેલ જૂની પોલીસ લાઈનમાં પાર્ક કરવાનું રહેશે તેમ તબીબી અધિક્ષક, ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
