તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 12th December 2025
ભારત સરકાર દ્વારા આગામી તા.૧૫ ડિસેમ્બરથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશે;પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ રૂ.૮ હજાર જાહેર
તા.૧૪ જાન્યુઆરી સુધી ખેડૂતો VCE મારફત નોંધણી કરાવી શકશે

જામનગર : ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૫-૨૬ અન્વયે ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરાઈ છે. સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૫-૨૬ સીઝન માટે તુવેરના પાકનો ટેકાનો ભાવ રૂ.૮,૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. ઉક્ત ખરીદીમાં જે ખેડૂત મિત્રો તુવેર પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય, તેઓને તા. ૧૫/૧૨/૨૦૨૫ થી તા. ૧૪/૦૧/૨૦૨૬ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
