તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 12th December 2025
આવાસ યોજના હેઠળના કાયમી ઉપયોગ ન કરનારા આવાસો રદ્દ કરવા મોરબી કમિશનરની સૂચના.
કમિશનરની સૂચના મુજબ આવાસ ટીમ દ્વારા રાત્રિના સમયે રી-વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર, નાયબ કમિશનર (પ્રોજેક્ટ) અને આવાસ યોજનાની ટીમ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) ના આવાસોની સાઈટ વિઝિટ કરવામાં આવી હતી. વિઝિટ દરમિયાન, જે આવાસો બંધ હાલતમાં જોવા મળ્યા હતા, તેવા આવાસોનું કમિશનરની સૂચના મુજબ આવાસ ટીમ દ્વારા રાત્રિના સમયે રી-વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કમિશનર દ્વારા આવાસ યોજનામાં જે લાભાર્થીઓ આવાસોનો કાયમી ધોરણે ઉપયોગ ક૨તા નથી, તેવા આવાસોને રદ્દ ક૨વા માટેની કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે મહાપાલિકા દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આવાસનો કાયમી ધોરણે ઉપયોગ કરવા અને આવાસ યોજનાની સાઈટને સ્વચ્છ રાખવા તમામ લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
