<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ડમ્પરની ઠોકરે મોપેડ ચાલકનું મોત.

અકસ્માતમાં મોપેડ ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચાડી ડમ્પર ચાલક નાસી ગયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહેન્દ્રનગર ચોકડી બ્રીજ પાસે ડમ્પર ચાલકે જ્યુપીટરને હડફેટે લીધું હતુ જે અકસ્માતમાં મોપેડ ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચાડી ડમ્પર ચાલક નાસી ગયો હતો.

     મોરબીના સર્કીટ હાઉસ રોડ પર શિવમ પાર્કના રહેવાસી હિતેષ જગદીશભાઈ પાટડીયા (ઉ.વ.૨૦) નામના યુવાને ડમ્પર જીજે ૩૬ વી ૫૧૪૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯ ના રોજ ફરિયાદીના પિતા જગદીશભાઈ પાટડીયા પોતાનું જ્યુપિટર જીજે ૩૬ એએસ ૦૯૩૬ લઈને મહેન્દ્રનગર ચોકડી બ્રીજ પાસેથી જતા હતા ત્યારે ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી જ્યુપીટરને હડફેટે લીધું હતું અકસ્માતમાં ફરિયાદીના પિતા જગદીશભાઈ પાટડીયાને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


 

(1:00 AM IST)