<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મોરબીના ભરતનગર નજીક ટ્રેઇલર પાછળ ડમ્પર અથડાયું, ક્લીનરનું મોત.

ડમ્પર ચાલકને ઈજા જ્યાંરે બાજુમાં બેસેલા ક્લીનરનું મોત થયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના ભરતનગર નજીક ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી સાઈડમાં રાખેલ ટ્રક ટ્રેઇલર પાછળ અથડાવી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજા પહોંચી હતી જયારે બાજુમાં બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું.

   મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર રાતાવીરડા સીમમાં સિરામિકમાં કામ કરતા દિલીપભાઈ પારસિંગભાઈ બસુનીયા (ઉ.વ.૩૨) ડમ્પર જીજે ૧૩ એડબ્લ્યુ ૭૧૩૦ ના ચાલક પાવન ગેન્દાલાલ મકવાણા (ઉ.વ.૨૩) રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર ચાલક પાવનભાઈ મકવાણાએ પોતાનું ડમ્પર પુરઝડપે ચલાવી ભરતનગર પાસે ક્રિષ્ના હોસ્પીટલના ગ્રાઉન્ડમાં મુકેલ ટ્રક ટ્રેઇલર પીબી ૦૬ એકે ૪૧૯૭ ના પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ડમ્પર ચાલક પાવન મકવાણાને ઈજા પહોંચી હતી તો બાજુમાં બેસેલ ફરિયાદીના ભાઈ શત્રુભાઈ પારસિંગભાઈ વસુંનીયાને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોચતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(1:03 AM IST)