<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ, વધુ પાંચ આરોપી,

છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પાંચને ઝડપી લેવામાં સફળતા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા માટે મ્યુલ એકાઉન્ટના ઉપયોગથી રકમ વિડ્રો કરવાના મોટા કોભાંડનો પર્દાફાશ કરી સાયબર ક્રાઈમ ટીમે અગાઉ ચાર ફરિયાદ નોંધી છ આરોપીને ઝડપી લીધા હતા તો આજે વધુ એક ફરિયાદ નોંધી પાંચ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે

    મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયપાલસિંહ ઝાલાએ આરોપીઓ યશ મહેશ વાઘડીયા, કમલ જયેશભાઈ રાણપરા, દીપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને વિરલ હિમતભાઈ ઇસલાણીયા એમ છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી યશ, કમલ, દીપકદાસ, દિવ્યરાજસિંહ દ્વારા સાયબર ફ્રોડ આચરી ફ્રોડ મારફત મેળવેલ નાણા ચેકથી વિડ્રો કરી કમીશન પેટે નાણા મેળવી આરોપી આયુષરાજ અને વિરલએ આ નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવ્યો હતો આરોપીઓએ સાયબર ફ્રોડ કરવા સીન્ડીકેટ ચેનલ બનાવી અલગ અલગ રાજ્યના વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરી રકમ જમા કરાવી તે રકમ ચેકથી અને એટીએમથી વિડ્રો કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે
  મોરબી સાયબર ક્રીમ પોલીસે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓ યશ મહેશ વાઘડીયા, કમલ જયેશ રાણપરા, દીપકદાસ કન્તીદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એમ પાંચને ઝડપી લીધા છે આરોપીઓએ મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવેલ રૂ ૮૯,૭૯,૦૬૫ જમા ર્થાયેલ અને ચેકથી વિડ્રો કરેલ છે


 

(1:07 AM IST)