હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
મોરબી: આસ્વાદ પાન પાસે ભૂગર્ભ ગટરનું કામ પત્યા બાદ માટીના ઢગલા ન હટાવાતા વાહનચાલકોને હાલાકી.
5થી 6 દિવસથી માટીના ઢગલા યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા પણ વકરી : તંત્ર તાત્કાલિક પગલાં લ્યે તેવી માંગ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર આસ્વાદ પાન પાસે ભુગર્ભગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ માટીના ઢગલા હજુ પણ અહીં નડતરરૂપ થાય તે રીતે પડયા હોવાના કારણે દરરોજ વાહનચાલકોને હાલાકી પડી રહી હોવાની રાવ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આસ્વાદ પાન વાળા રોડ ઉપર જ્યાં દરરોજ વાહનોની વધુ પ્રમાણમાં અવરજવર હોય છે. અહીં ભૂગર્ભગટરનું કામ પૂર્ણ થયાને 5થી 6 દિવસ જેટલો સમય થઇ ગયો છે. છતાં પણ અહીં માટીના ઢગલા યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જે રોડ ઉપરથી પસાર થતા વાહનોને નડતરરૂપ સ્થિતિમાં છે. આ માટીના ઢગલાને કારણે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. સાથોસાથ ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. જેથી મહાપાલિકા તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી આ માટીના ઢગલા અહીંથી હટાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
