<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

માળીયા હાટીનામાં જય પરશુરામ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ મોરીચક વિસ્‍તાર

દ્વારા સમુહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં યોજાયો

જુનાગઢ : જય પરશુરામ યુવા સોશ્‍યલ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) મોરીચક વિસ્‍તાર દ્વારા માળીયા હાટીનામાં હાટી ક્ષત્રીય સમુહલગ્ન ગ્રાઉનડ સાસણ રોડ ખાતે ૧૩માં સમુહલગ્ન યોજાયા હતા જેમાં ૧૧ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડેલ અને પ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, ધારાસભ્‍ય ભગવાનજીભાઇ કરગઠીયા, વિનુભાઇ ચાંઉ, જીતુભાઇ જોષી, મહાદેવ રિસોર્ટવાળા નિલેશભાઇ દવે (ભરાડ), લોકસાહિત્‍યકાર દેવલ મહેતા, પત્રકાર ગિજુભાઇ વિકમા, અરવિંદ દવે, જયેશ દવે, જસ્‍મીન માઢક તેમજ જીવનભાઇ તેરૈયા, રજનીભાઇ ભરાડ તેમજ સાધુ સંતોમાં પુરતિદાદા, પૂ. જોષી બાપા, પૂ. સુખરામદાસબાપુ સહિતનાએ આશિર્વાચન પાઠવ્‍યા હતા અને કાર્યક્રમના પ્રારંભે રમેશભાઇ વરડાંગરને જણાવ્‍યું હતું કે સુલતાનપુરના સાવજ તરીકે જેનું બિરૂદ અપાયું છે. આ ખરેખર સમાજનું એક ઘરેણુ છે. રાજગોર સમાજના કોઇપણ કામ આ માણસ સતત સાથે ઉભા રહે છે તેવા પત્રકાર જયેશભાઇ દવેની સેવાને બિરદાવી હતી. અને સમુહ લગ્ન સમિતિ દ્વારા લલિતભાઇ ભરાડ, અજય તેરૈયા વગેરે નવદંપતિ ઉપર પુષ્‍પવર્ષા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા લલિતભાઇ ભરાડ, રતિભાઇ પુરોહિત, અનિલભાઇ દવે, અશોકભાઇ દવે અને તેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમનું સંચાલન ગિરધરભાઇ જોષીએ કર્યુ હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલ, જુનાગઢ)

(10:46 AM IST)