<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જૂનાગઢમાં મહિલાએ શરૂ કરેલા જુગાર અડ્ડા પર દરોડો, ૯ મહિલા ઝડપાઈ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૨: વણજારી ચોક પાસે આવેલ રોનક એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૪૦૪માં રહેતા નીતાબેન વિજયભાઇ ઝાંઝમેરીયા પોતાના ઘરે જુગાર રમાડતા હોવાની બાતમી મળતા બી ડિવિઝનના પીઆઇ જે. જે. પટેલના સ્‍ટાફે ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગારનો અડો ચલાવતી નીતા ઝાંઝમેરીયા તેમજ નિશાબેન ચેતનભાઇ લુકા રહે. ખલીલપુર રોડ, કાન્‍તાબેન વ્રજલાલ રાજા રહે. જવાહર રોડ, ઉષાબેન છોટાલાલ ઝાંઝમેરીયા રહે. જગમાલ ચોક, પુજાબેન મહેકભાઇ લુકા રહે. ખલીલપુર રોડ, શારદાબેન નાથાલાલ પાટડીયા રહે. ઉપરકોટ પાસે, પારૂલબેન સુરેશભાઇ સોલંકી રહે. સુરજ ટોકીઝ પાસે, સરોજબેન રાજેશભાઇ રાધનપરા રહે. ઉપરકોટ પાસે અને ભાવનાબેન ધીરૂભાઇ ઝાંઝમેરીયા ઉ.વ.૫૨ રહે. વણજારી ચોકને જુગાર રમતા ઝડપી લીધી હતી.

પોલીસે મહિલાઓ પાસેથી રૂપિયા ૭૬૩૦ની રોકડ રકમ કબજે કરી તમામની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:49 AM IST)