News of Friday, 12th December 2025
માવજીંજવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ નવનિર્મિત પુલનું ખાતમુહુર્ત

બગસરા : તાલુકાના માવજીંજવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહુર્ત ૧.૫ કરોડના ખર્ચે તેમજ નવનિર્મિત પુલ વાના મેન રસ્તા પર આવેલ પુલનું બે કરોડ ૮૦ લાખ ના ખર્ચે ખાતમુહર્ત કરાયું ધારાસભ્ય જે.વી. કાકડિયા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઇ કુંજડિયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ભાખર તેમજ બગસરા તાલુકા પંચાયત બાબુભાઇ બકરાણીયા તેમજ માવજીંજવા ગામના સરપંચ રાજુભાઈ કાકડિયા તેમજ ઉપસરપંચ મુનાભાઈ સભાડીયા તેમજ હરેશભાઈ ખેતાણી, અશોકભાઈ ગઢીયા, વલ્લભભાઈ ગોધાણી, દિનેશભાઈ હડીયલ નિલેશભાઈ દેસાણી જયશુખભાઈ ખેતાણી, રમેશભાઈ વાસ્તાણી ઉપસ્થિત રહયા હતા. બગસરા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, બગસરા તાલુકા ભાજપના હોદેદારોશ્રીઓ, બગસરા તાલુકાના ગામોના સરપંચશ્રીઓ, માવજીંજવા ગામના આગેવાનશ્રીઓ સાથે તમામ ગ્રામજનો તેમજ બગસરા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહયા હતા.(તસવીરઃ સમીર વિરાણી)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
