News of Friday, 12th December 2025
અમરેલી, મોટા લીલીયા, ચિતલ બાબરા પંથકના શખ્સો દ્વારા સાયબર ફ્રોડઃ ૩૬ લાખથી વધુ રકમ સગેવગે કરી નાખી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૨: અમરેલી બેંક ઓફ ઈન્ડિયા શાખામાં તા. ૨૮-૪-૨૫ ના કોઈપણ સમયે અમરેલી ચિતલ રોડ ઉપર શ્રીરંગ સોસાયટીમાં રહેતા કુલદિપ રમેશભાઈ ભુવાએ બેંકના એકાઉન્ટના ધારક તથા તપાસમાં ખુલે તે એકનોલેજમેન્ટ નંબર સાયબર ફ્રોડના કુલ રૂા.૫,૦૦,૦૦૦ આરટીજીએસ,એનઈએફટી, આઈએમપીએસથી સાયબર ફ્રોડના રૂપિયા જમા કરી પોતે ઓપરેટ કરતા બેંક ખાતામાં મેળવી સદર ખાતામાંથી રૂપિયા સગેવગે કરી ગુનો કર્યાની હે.કોન્સ.ઘનશ્યામભાઈ ખાટરીયાએ ફરિયાદ નોંધાવી છે.
મોટા લીલીયામાં તા. ૨૬-૩-૨૫ થી ૨-૭-૨૫ દરમ્યાન વિરેન કાંતીભાઈ શેલડીયા પોતે ઓપરેટ કરતા પોતાના નામના તથા ખોડીયાર કિરાણા નામના અનુક્રમે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂા.૧૨,૧૦,૬૫૭ પોતાના આર્થિક ફાયદા માટે સગેવગે કરવા જમા કરી કરાવડાવી સદરહું રૂપિયા સાયબર ફોડના હોવાનું જાણવા છતા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ સાયબર ફ્રોડની તમામ રકમ આરટીજીએસ, એનઈએફટી, આઈએમપીએસથી વિડ્રો તથા ટ્રાન્સફરી કરી કરાવી સગેવગે કરી ગુનો કર્યાની હે.કોન્સ.મહેશભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે.
ચિતલ ગામે તા. ૧૨-૫-૨૫ થી આજદિન સુધી કોઈપણ સમયે પકડાયેલ આરોપી શૈલેષ રૂઘનાથભાઈ કુબાવત રહે.બાબરાવાળાએ પોતાના આર્થિક ફાયદા માટે સાયબર ફ્રોડ ક્રાઈમના રૂપિયા હોવાનું જાણવા છતા પોતાના બેંક એકાઉન્ટની વિગત પુરી પાડી પકડવાનો બાકી આરોપી હિતેશ કાળુભાઈ મેર રહે.કરીયાણાવાળો સાયબર ક્રાઈમ ફ્રોડની રકમ આ ખાતામાં જમા કરાવી બંને એક સંપ કરી આ સાયબર ક્રાઈમ ફ્રોડના રૂપિયા બેંક ખાતામાં સમયાંતરે વારંવાર આરટીજીએસ તેમજ એનઈએફટી મારફતે મેળવી સેલ્ફ ચેકથી ઉપાડી સગેવગે કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની હે. કોન્સ.કિશનભાઈ સોલંકીએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.
ચિતલ તથા સુરતમાં તા. ૧૭-૪-૨૫ થી આજદિન સુધી કોઈપણ સમયે પકડાયેલ આરોપી આશીષ મધુભાઈ દાફડા રહે.દેવગામ, તા.વડિયા કુંકાવાવવાળો પોતાના આર્થિક લાભ માટે સાયબરક્રાઈમ ફ્રોડના રૂપિયા હોવાનું જાણવા છતા પોતાના યશ બેંકના એકાઉન્ટની વિગત પુરી પાડી પોતાના બેંક એકાઉન્ટની ઓરીજનલ પાસબુક તથા ચેકબુક તેમજ એટીએમ અને પોતાના નામનું વીઆઈ કંપનીનું સીમકાર્ડ આરોપી મયુર ઉર્ફે સની વસંતભાઈ સાંડીશ રહે.સુરતવાળાને આપી તેમાં સાયબર ક્રાઈમ ફ્રોડની રકમ જમા કરાવી બંનેએ એક સંપ કરી કાવતરું રચી આ સાયબર ક્રાઈમ ફ્રોડના રૂપિયા બેંક ખાતામાં યુપીઆઈ તેમજ આઈએમપીએસ મારફતે જમા કરાવી વિડ્રોલ કરી સગેવગે કરી પોતાના આર્થિક લાભ માટે એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાનીહે. કોન્સ.સુખદેવભાઈ ગોંડલીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાબરા એસબીઆઈ તથા બેંક ઓફ બરોડામાં તા. ૧૯-૮-૨૫ થી તા. ૨૫-૯-૨૫ દરમ્યાન બાબરા તાલુકાના ખાખરીયા ગામના કૌશિક જયસુખભાઈ કટારીયાએ તેના એસબીઆઈ બાબરાના એકાઉન્ટના ખાતાધારકે સાયબર ફોડના કુલ રૂા. ૧૮,૯૯,૦૦૦ એસબીઆઈ બેંક બાબરાના એકાઉન્ટમાંથી તથા બેંક ઓફ બરોડા બાબરાના એકાઉન્ટમાંથી સાયબર ફોડના કુલ રૂા. ૪૨,૦૦૦ સગેવગે કરવા સારૂ પોતાના નામનું એસબીઆઈ બેંક બાબરાના એકાઉન્ટ તથા બેંક ઓફ બરોડા બાબરાના એકાઉન્ટનો ઉપયોગ કરી આ ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતા પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના નામથી ચાલતા એસબીઆઈ બેંક બાબરા તથા બેંક ઓફ બરોડાના ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા કુલ રૂ&. ૧૯,૪૧,૦૦૦ આરટીજીએસ,એનઈએફટી,આઈએમપીએસથી સાયબરફોડના રૂપિયા જમા કરાવી પોતે ઓપરેટ કરતા બેંક ખાતામાં મેળવી સદર ખાતામાંથી સગેવગે કરી ગુનો કર્યાની હે.કોન્સ.યોગેશભાઈ પરમારે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
