<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

કાલાવડ જસાપરના મહેશ વરૂ પર મેટોડામાં હુમલો

મિત્ર પોલાભાઇને જેની સાથે ડખ્‍ખો હતો તેણે ધોકાના ઘા ફટકારી લીધા

રાજકોટ તા. ૧૨: કાલાવડના જસાપર ગામે રહેતાં મહેશભાઇ કાળુભાઇ વરૂ-ભરવાડ (ઉ.વ.૨૫) નામના યુવાનને રાતે અગીયારેક વાગ્‍યે મેટોડા જીઆઇડીસીમાં હતો ત્‍યારે ધોકાથી હુમલો કરવામાં આવતાં લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મેટોડા પોલીસને કરી હતી. મહેશભાઇએ કહ્યું હતું કે તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. રાતે તે મિત્ર પોલાભાઇ સાથે મેટોડામાં હતો ત્‍યારે પોલાભાઇને જેની સાથે  ડખ્‍ખો ચાલે છે તેને એવુ થયું કે પોતે પોલાભાઇની સાથે મળી માથાકુટ કરવા આવ્‍યો છે. આથી ખાર રાખી ધોકાવાળી કરી હતી. પોલીસે ખરેખર શું બન્‍યું? તેની તપાસ હાથ ધરી છે. 

(11:24 AM IST)