<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ગોંડલમાં પકડાયેલ ૪૧.૮૧ લાખના દારૂના જથ્‍થા ઉપર રોલર ફેરવાયું

ગોંડલ માં એ તથા બી ડિવિઝન તથા તાલુકા પોલીસ સ્‍ટેશન દ્વારા શહેર તેમજ પંથકમાં વિવિધ વિસ્‍તારોમાં ૨૭ જેટલી કરવામાં આવેલ રેડ દરમ્‍યાન પકડાયેલ ઈંગ્‍લીશ દારૂના મોટા પ્રમાણના જથ્‍થાનો શહેર ના વોરકોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્‍યામાં નાશ કરવામાં આવ્‍યો હતો.ગોંડલ પોલીસે ચાર મહિના દરમ્‍યાન પકડેલા ૧૬૬૦૦ વિદેશી દારૂ ની નાની - મોટી બોટલો આશરે ૪૧.૮૧ લાખ કિંમતની દારૂના જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો હતો. દારૂ નાશ કરવાના સ્‍થળ પર પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી.ઝાલા, PI જે.પી. રાવ, એ ડિવિઝન PI એલ.આર. ગોહિલ, તાલુકા પોલીસ સ્‍ટેશનના PI  વી.એમ. ડોડીયા, , નશાબંધી અધિકારી PSI પી.બી. હિંગરાજીયા, તાલુકા પોલીસ સ્‍ટાફ ની હાજરીમાં દારૂના જથ્‍થાનો નાશ કરાયો હતો બુલડોઝર નાં તોતિંગ વ્‍હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્‍યાસીઓના કંઠો સુકાયા હતા. 

(11:25 AM IST)