<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મીઠાપુર ટાટા કેમિકલ્‍સમાં પ્રદુષણની ફરિયાદ સંદર્ભે સરકારી અધિકારીઓનાં ધાડા ઉતર્યા!

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૧ર :..  દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્‍સ લિમિટેડ નામની કંપની વર્ષોથી કાર્યરત છે.

 આ કંપની સોડા, મીઠું અને સિમેન્‍ટ નું ઉત્‍પાદન કરે છે. ઉત્‍પાદન પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારનો ઝેરી કચરો બહાર નીકળતો હોય છે. ઘન અને પ્રવાહી ઝેરી કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવે છે.

 વર્ષોથી ચાલતી આ પ્રક્રિયાથી મીઠાપુર ની આસપાસના ગામો અને સમુદ્ર ઉપરાંત ગ્રામ્‍ય કક્ષાના ખેતરો અને રહેણાંક વિસ્‍તારોમાં વિવિધ પ્રકારના પ્રદૂષણથી માનવ જીવ, પશુ, પક્ષી, જંગલ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સળષ્ટિને પારાવાર નુકસાની થયેલ અંગે વર્ષોથી અનેક લોકોએ ફરિયાદો કરેલ છે.

આ ફરિયાદીઓ પૈકીનાં દેવરામ વાલા ચારણ ની ફરિયાદનાં અનુસંધાને દ્વારકા ઙ્કાંત અધિકારી અમોલ આવટે ની અધ્‍યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી,સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્‍સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્‍થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્‍સ નાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.

 દેવરામ વાલા ચારણ અને અન્‍ય ફરિયાદીઓ ની ફરિયાદ છે કે ટાટા કેમિકલ્‍સ ફેક્‍ટરી તેના ઉત્‍પાદન ઙ્કક્રિયા દરમિયાન ઝેરી રજકણો બહાર કાઢે છે જેથી કરીને સુરજ કરાડીના ઉદ્યોગ નગર દેવપરા અને આસપાસના વિસ્‍તારોમાં હવાનું ઙ્કદૂષણ થાય છે.

 ફરિયાદીઓ ની એવી ફરિયાદ છે કે ટાટા કેમિકલ્‍સ વર્ષોથી સોલિડ  કેમિકલ વેસ્‍ટ અને લિક્‍વિડ કેમિકલ વેસ્‍ટ નું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરતી હોય ત્‍યારે અહીં મોટા મોટા ડુંગરો સોલિડ વેસ્‍ટ કેમિકલનાં ખડકેલા છે જેથી આસપાસના ગ્રામ્‍ય કક્ષાનાં ખેતરો ની જમીન બંજર થઈ ગઈ છે.

ટાટા કેમિકલ્‍સ દ્વારા સમુદ્રમાં  જેટીનું નિર્માણ કરાયું

 ટાટા કેમિકલ્‍સ દ્વારા ફેક્‍ટરી વેસ્‍ટ કેમિકલ ના નિકાલ થી સમુદ્રમાં પ્રદૂષણ થવાની સેકડો ફરિયાદના લીધે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા પાડલી ગામ સામે સમુદ્રમાં જેટી બનાવવાનું કામ શરૂ કર્યું.

૩૦૦ થી ૪૦૦ કરોડ  રૂપિયાની જેટી બનાવ્‍યા બાદ ફેક્‍ટરીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીકળતો ઝેરી કેમિકલ હવે જેટી ઉપર પાઇપલાઇન નાખીને ઊંડા સમુદ્રમાં તેનો નિકાલ કરવામાં આવશે તેવા પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ત્‍યારે પ્રશ્ન એ થાય છે કે શું સમુદ્રના કિનારે કેમિકલ નાખવાથી પ્રદૂષણ થાય અને જીવ સળષ્ટિને હાનિ પહોંચે ત્‍યારે શું ઊંડા સમુદ્રમાં કેમિકલ નાખવાથી પ્રદૂષણ નહી થાય કે જીવ   જીવ સળષ્ટિ ને નુકસાન નહીં થાય?

આટલા વર્ષોથી મીઠાપુર સ્‍થિત ટાટા કેમિકલ્‍સ ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદાઓનું ભંગ કરે છે અને તેના હિસાબે જે રીતે માનવ વસાહત, માનવ જીવ, હવા, પાણી અને જમીન તમામ પ્રકારના નુકસાન થતા હોવાથી અનેક લોકોએ ઉચ્‍ચકક્ષા સુધી ફરિયાદો કરવા છતાં સરકારી જવાબદાર અધિકારીઓ એ ટાટા કેમિકલ્‍સ ની સામે કોઈ પણ પગલાં લીધા નથી જેના હિસાબે ટાટા કેમિકલ્‍સ નું સ્‍થાનિક મેનેજમેન્‍ટ કાયમી માટે પોતાની મનમાની કરી રહ્યું છે. ત્‍યારે પ્રાંત અધિકારીની આગેવાનીમાં આવેલા સરકારી અધિકારીઓ જે રીતે સેમ્‍પલ લીધા અને ટાટા કેમિકલ્‍સના સક્ષમ અધિકારીઓને સાથે રાખીને આજે કાર્યવાહી કરી છે તેનું કોઈ પ્રજાલક્ષી નિર્ણય આવશે કે નહીં તે નક્કી કરવું મુશ્‍કેલ છે આ અંગે પ્રાંત અધિકારીને પૂછતા તેમણે જણાવેલ છે કે સંબંધિત વિભાગને સોંપેલી કામગીરીનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ વિભાગને પણ મોકલવામાં આવશે ત્‍યારે હવે આ ટાટા કેમિકલ્‍સ ના સ્‍થાનિક મેનેજમેન્‍ટની બે ફિકરાઈ થી જે રીતે જળ જમીન અને જંગલ ઉપરાંત સમુદ્રી જીવ સળષ્ટિને નુકસાન થયેલ છે અને માનવ વસાહતો તેમજ માનવ શરીરને જે રીતે હાનિ પહોંચી રહી છે તે બંધ થશે કે નહીં તે એક અત્‍યારે તો પ્રશ્ન જ છે!!

 

(11:25 AM IST)