News of Friday, 12th December 2025
થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખનીજ ચોરી ઉપર દરોડા
ચાર કુવાઓ ઝડપી પાડી અને ૧૬.૭૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર, તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ તેના ઉપર લગામ લગાવવા માટે પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામેગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડાપાડવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડી અને ચાર જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડવામાં આવ્યા છે.
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના શ્નનળખંભા ગામના સર્વે નંબર ૧૦૪, ૧૫૧ વાળી જમીનમાંશ્ન આકસ્મિક તપાસણી કરતા તદન ગેરકાયદેસર કોલસાના શ્ન૪ (ચાર) કુવાઓશ્ન ઉ૫ર કોલસાનું ખનન,સંગ્રહ, વહન, વેચાણ કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવતા.
આ સ્થળ ઉ૫ર હરેશભાઇ લઘાભાઇ બારૈયા, જગાભાઇ કાળુભાઇ બાવળીયા, તેજાભાઇ સવશીભાઇ નાઓ દ્વારા સદર કોલસાના કુવાઓ ખોદવામાં આવતા હતા તે તમામ ઇસમો તેમજ વાહન માલીકો સામે કાર્યવાહી તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામે વધુ તપાસ ચાલુ છે જે જે વ્યક્તિઓના નામો સામે આવશે તેઓની વિરુદ્ધ ઉકત કાયદા મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે
ખનીજ ચોરી પર દરોડા બાદ વઘુમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
સ્થળ ઉ૫ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર ઇસમો (૧) ઘીરુભાઇ તેજાભાઇ કોળી (૨) રામાભાઇ તેજાભાઇ કોળી (૩) વિહાભાઇ જગાભાઇ ઘીયડ (૪) ગભરુભાઇ જગાભાઇ ઘીયડ (૫) મનુભાઇ જગાભાઇ ઘીયડ (૬) દિપભાઇ શનીભાઇ દરબાર (૭) હરેશભાઇ લઘાભાઇ બારૈયા (૮) જગાભાઇ કાળુભાઇ બાવળીયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી ના નામો બહાર આવેલ છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
