<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સુરેન્‍દ્રનગરના રતનપર વિસ્‍તારમાં હડકાયા શ્વાનનો આતંકઃ શેરીમાં રમતા પાંચ બાળકોને બચકા ભર્યા

વઢવાણ તા. ૧ર :.. સુરેન્‍દ્રનગર શહેરના રતનપર વિસ્‍તારમાં આવેલા મિલની ચાલી નજીક શેરીમાં રમતા બાળકોને હડકાયા શ્વાનને બચકા ભર્યા છે પાંચથી વધુ બાળકોને બચકા ભરતા માં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે.

એક મહિનામાં ૧૧૦૦ જેટલા લોકો ડોગ બાઈટ નો ભોગ બન્‍યા હોવાનો આંકડો સુરેન્‍દ્રનગર સિવિલ હોસ્‍પિટલ માંથી સામે આવ્‍યો છે.

ભોગ બનના તમામ બાળકોને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન રેબિજના સિરમ અને રસી આપવામાં આવી હતી ત્‍યારે આ સંદર્ભે સ્‍થાનિક લોકો દ્વારા હડકાયા શ્વાન ને પકડવા માટે મહાનગરપાલિક નો સંપર્ક સાધવામાં આવ્‍યો હતો ત્‍યારે જણાવવામાં આવ્‍યું હતું કે પાલિકામાં રખડતા અને હડકાયા સ્‍વાન પકડવા માટેની કોઈ ટીમ જ નથી.

તેને લઈ સ્‍થાનિક લોકોમાં રોષ જોવા મળ્‍યો હતો રોજ સુરેન્‍દ્રનગર શહેરમાં સરેરાશ ૩૦ થી વધુ લોકોને શ્વાન કરાડતા હોય છે અને એક મહિનામાં ૧૧૦૦થી વધુ લોકોને શ્વાન કરડીયા હોવાની ઓપીડી સિવિલ હોસ્‍પિટલમાં નોંધાઈ છે. 

(11:33 AM IST)