<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જામનગરમાં મોઢામાં પડેલ ચાંદા સહન નહી થતા અગ્નિ સ્‍નાન કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: અહીં ઈન્‍દીરા સોસાયટી શેરી નં.૭/બી નવાગામ ઘેડમાં રહેતા કરમણભાઈ ઉકાભાઈ બારેજીયા, ૭ર વાળા એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ભાવેશભાઈ કરમણભાઈ બારેજીયા, ઉ.વ.૪૮ ને છેલ્લા દોઢ માસથી બરોબર જમતા ન હોય અને તેને મોઢામાં એકદમ ચાંદા પડી ગયેલ હોય જે સહન ન થતા જેથી પોતે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગી જતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સના ફરજ પરના ડોકટરે તપાસી મૃત્‍યુ પામેલ હોવાનું જાહેર કર્યુ છે.

૧૪ બોટલ સાથે ઝડપાયો :

એક ફરાર

મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કમલેશભાઈ ડોસાભાઈ ગોજીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  પડાણા ગામ, તલાવળી વિસ્‍તારમાં આરોપી જયેશભાઈ ખીમજીભાઈ પરમાર એ દારૂની બોટલ નંગ-૧૪, કિંમત રૂ.૭૦૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/- નો મળી કુલ રૂ.૧ર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી કાનાભાઈ મોઢવાડીયા ફરાર થઈ ગયેલ છે.

જમીન વાવવા બાબતે બે ભાઈ વચ્‍ચે તકરાર

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં વિનોદભાઈ લવજીભાઈ નકુમ, ઉ.વ.૪૦, રે. શેખપાટ ગામ, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  વિનોદભાઈ પોતાના ઘરે હતા ત્‍યારે આરોપી રાજેશ લવજીભાઈ નકુમ પોતાના સગાભાઈ ઘરે આવી સંયુકત માલિકીની જમીન મને કેમ વાવવા દેતા નથી તેમ કહી એકદમ ઉશ્‍કેરાઈ જઈ ભુંડા બોલી ગાળો બોલી પોતાના હાથમા રહેલ લોખંડના નાના પાવડાથી ફરીયાદી વિનોદભાઈને માથાના ભાગે મારતા તથા ફરીયાદી વિનોદભાઈને પત્‍ની ને હાથમાં તથા મુંઢમાર મારતા ઈજા પહોંચાડી ગુનો કરેલ છે

(1:19 PM IST)