<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વિસાવદરની ૭ વર્ષની પાટીદાર બાળા કુ.જસ્‍વી પટેલનું અદભૂત બુદ્ધિ કૌશલ્‍યઃ (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર

 

અદભુત બુદ્ધી કૌશલ્‍ય ધરાવતી વિસાવદરની સાત વર્ષીય પાટીદાર બાળા કુ. જસ્‍વી પટેલની દેશના વડાપ્રધાન દ્વારા ગ્રાન્‍ટેડ પી. એમ. પાંડરવાડા શાળામાં વાલી મિત્રોની હાજરીમા વિધાર્થીઓ સાથે જ્ઞાન ગોષ્ઠી યોજાય હતી. બાળકોએ ભાગ લઈ પ્રશ્‍નોત્તરી દરમિયાન જવાબો આપ્‍યા હતા. એમની સાથે એમના દાદા ભરતભાઈ ભાલીયા ઉપસ્‍થિત રહ્યા હતા. મોડાસા સાયન્‍સ કોલેજના સમાજ સેવી અધ્‍યાપક ડૉ. મનોજભાઈ પી. ગોંગીવાલાએ શાળામાં ગ્‍લુકોઝ બિસ્‍કિટસ જરૂરિયાત વાળા બાળકોને સ્‍વદેશી સ્‍વેટર આપ્‍યા હતા. અધ્‍યાપકે ગ્‍લુકોઝ બિસ્‍કિટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્‍વખર્ચે રાજ્‍ય અને રાજ્‍ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો યોજી અવિરત સેવારત છે. બોર્ડર સિકયુરિટી ના પી.એસ.આઈ સાથે એમનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અને ગામ આગેવાન હાર્દિક પંચાલએ કાર્યક્રમનું સુચારૂ આયોજન કર્યું હતું.

(12:57 PM IST)