News of Friday, 12th December 2025
બાયોટેકનોલોજી મિશન દ્વારા વન્યજીવોના સંરક્ષણ વ્યવસ્થાપન માટે અને બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા વધારવા અંગે સેમિનાર

જૂનાગઢ,તા. ૧૨: જૂનાગઢમાં તા. ૧૨ અને ૧૩ ફર્ન લીયો રીસોર્ટ ખાતે બાયોટેકનોલોજી મિશન દ્વારા વન્યજીવોના સંરક્ષણ વ્યવસ્થાપન માટે અને બાગાયત ફળ ઉત્પાદનોની ક્ષમતા અંગે સેમિનાર યોજાશે. બે દિવસીય આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, સંશોધકો, બાગાયત કળષિ વિભાગના નિષ્ણાતો, વન્યજીવન સંરક્ષણકારો મંથન કરશે.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ના ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા એ તા. ૧૨ અને તા.૧૩ યોજાનાર બે દિવસીય સેમીનાર અંગે પત્રકારો ને માહિતી આપી હતી.
ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશનના ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ખાતે તારીખ ૧૨ અન૧૩ે બાયોટેકનોલોજી આધારિત બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાનાર છે. આ બંને દિવસના કાર્યક્રમનું હેતુ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં જ્ઞાન, વિનિમય, જાગળતિ અને સહકાર વધારવા માટેનો છે. આ કાર્યક્રમમાં સંશોધકો, કળષિ બાગાયત વિભાગના નિષ્ણાતો, વન્યજીવન સંરક્ષણકારો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે.
તા.૧૨ બાયોટેકનોલોજીના ઉપયોગ દ્વારા વન્ય ઙ્કાણીઓના સંરક્ષણ અને વ્યવસ્થાપન વિષય પર કાર્યક્રમ યોજાશે.જેમાં બાયોટેકનોલોજી દ્વારા વન્યજીવન સંરક્ષણ જીનેટીક વિવિધતા મૂલ્યાંકન, મોલેકયુલર ડાયગ્નોસ્ટિક્સ અને હેબિટેટ મેનેજમેન્ટ સંબંધિત નવીન અભિગમો પર નિષ્ણાતો પોતાના વિચાર રજૂ કરશે. આધુનિક બાયોટેક્રોલોજી સાધનોની મદદથી જૈવિવૈવિધ્ય સંરક્ષણને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગે વિસ્તળત ચર્ચા થશે. વિષય નિષ્ણાતો જંગલજીવન સંરક્ષણ, જનેટિક વિવિધતા મૂલ્યાંકન, મોલિકયુલર ડાયગ્નોસ્ટિક્સ અને હેબિટેટ મેનેજમેન્ટમાં બાયોટેક્રોલોજીના ઉપયોગ અંગે તેમના મહત્વપૂર્ણ અભિપ્રાયો રજૂ કરશે.
તા. ૧૩ ડિસેમ્બરના રોજ વિષયક હોર્ટીકલ્ચર કેન્દ્રિત એક દિવસીય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેરી સહિતના ફળ પાકોની ઉત્પાદનક્ષમતા, ગુણવત્તાવર્ધક કળષિ તકનીકો અને બાયોટેક આધારિત નવીન ઉકેલો વિશે વિષય નિષ્ણાતો માર્ગદર્શન આપશે. ખેડૂતો, સંશોધકો અને ઉદ્યોગ સ્ટેકહોલ્ડર્સ માટે જ્ઞાન વિનિમયની ઉત્તમ તક ઊભી થશે. આ કાર્યક્રમ ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થશે, કારણ કે તેમાં પાકના નુકસાનને ઘટાડવા માટેનાં ઉપાયો - જેમાં જનેટિક સુધારા દ્વારા ઉકેલો વિશે ચર્ચા કરવામાં આવશે, જેથી કેરી અને નાળિયેર જેવા પાકોની કિંમતમાં વધારો કરી શકાય ઉપરાંત પાકોમાં થતાં નુકસાનને ઓછું કરી શકાય. કેરી અને નાળિયેર જેવા પાકોમાં થતા રોગોને લઈને ચર્ચા કરવામાં આવશે.
આ રોગોના કારણો અને તેમના પાક પર થતા પ્રભાવની વિગતો રજૂ થશે.ખેડૂતોને મદદરૂપ બને એવા યોગ્ય ઉકેલો અને નિયંત્રણ પદ્ધતિઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ ખેડૂતો, સંશોધકો અને ઉદ્યોગના હિતધારકો માટે જ્ઞાન અને નવીન વિચારોના આદાન-પ્રદાન માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરો પાડશે.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે. ગુજરાત સ્ટેટ બાયું ટેકનોલોજી મિશન નોડલ ઓફિસ છે. જે બાયોટેકનોલોજી ના વિકાસ માટે કાર્યરત છે.જે સંશોધન સહાય, ઉદ્યોગો માટેની સહાય, માનવબળના વિકાસ માટે નાણાકીય સહિત વિવિધ પ્રકારની સહાય પૂરી પાડે છે.
આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર એ સોસાયટી ને લગતા વિવિધ પ્રશ્નો જેવા કેન્સર ,પ્રદૂષણ સહિતની બાબતે નિરાકરણ અને ઉકેલ માટે કાર્યરત છે.
તેમજ ગાંધીનગર ખાતે કાર્યરત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિશ્વની પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે. જેનું યુનિવર્સિટી ઓફ એડીનમરા સાથે કોલોબોરેશન છે. જેમાં પાંચ વિષયમાં પીજી અને પીએચડી માટેનો અભ્યાસક્રમ કાર્યરત છે. આ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ગેટ નેશનલ લેવલની પરીક્ષા દ્વારા એડમિશન લઈ શકાય છે. આ ઉપરાંત સાવલી ટેકનોલોજી બિઝનેસ ઇન્કયુબેટર સ્ટાર્ટ અપને સહાય અને પ્રોત્સાહન માટે કાર્યરત છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
